મે 5, 2025 3:26 પી એમ(PM) મે 5, 2025 3:26 પી એમ(PM)
13
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર કરાયું છે. શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. રાજ્યમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ 96 પૂર્ણાંક 60 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે, જ્યારે સૌથી વધુ 92 પૂર્ણાંક 91 ટકા પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે. સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા, તેમજ મીઠાપુર જેવા છ કેન્દ્રોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે બનાસકાંઠા સૌથી વધુ 97 પૂર્ણાંક 20 ટકા પ...