નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM)

views 22

ખાનગી શાળાઓ બાળકોને ચોક્કસ રંગની સ્વેટર પહેરવા પર દબાણ નહીં કરી શકે : પ્રફુલ્લ પાનશેરિયા

ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, હલકી ગુણવત્તાનું કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ. જો કોઈ શાળાના સંચાલક નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષ...

નવેમ્બર 18, 2024 10:36 એ એમ (AM)

views 14

આજથી શાળા-કોલેજોનું શૈક્ષણિક કાર્ય શરૂ

દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો, કોલેજોનાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ -1 થી 12ની શાળાઓ તથા કોલેજોમાં આજથી દિવાળી વેકેશન બાદના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આમ આજથી શાળા કોલેજોના પરિસર ફરીથી ધમધમતા જોવા મળી રહ્યા છે. આજથી શરૂ થતું આ સત્ર આગમી પાંચમી મે સુધી ચાલશે.

ઓક્ટોબર 25, 2024 10:41 એ એમ (AM)

views 16

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે. ઉપરાંત પ્રવાસની તારીખના 15 દિવસ પહેલા પ્રવાસ અંગેની જાણ સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – R.T.O અને સ્થાનિક પોલીસ મથકને કરવી પડશે. શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચનો જાહેર કર્યા છે. આ સૂચનો અનુસાર, શાળાઓએ પ્રવાસના પ્રતિદિન કાર્યક્રમ અંગેની જાણ કરવી પડશે. તેમજ એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના “કન્વીનર” તર...

ઓગસ્ટ 27, 2024 7:18 પી એમ(PM)

views 21

રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે

રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પટેલ વરસાદ બાદ રાહત કામગીરીની સમીક્ષા કરવા અહીં પહોંચ્યા હતા. શ્રી પટેલે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી તેમણે આવતીકાલે શાળા બંધ હોવાની જાહેરાત કરી હતી.