જુલાઇ 30, 2024 3:24 પી એમ(PM) જુલાઇ 30, 2024 3:24 પી એમ(PM)
13
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા
રાજભવનમાં આજે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને ત્રણ માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે સૌપ્રથમ મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર આર. સોનીને શપથ લેવડાવ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ માહિતી આયોગના માહિતી કમિશનર પદ માટે સુબ્રહ્મણ્યમ ઐયર, મનોજ પટેલ અને નિખિલ ભટ્ટને શપથ લેવડાવ્યા હતા