ડિસેમ્બર 6, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:53 પી એમ(PM)

views 3

ભાજપના ધારાસભ્ય કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે આજે શપથ લીધા

ભાજપના ધારાસભ્ય કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે આજે શપથ લીધા છે. રાજયપાલ સી.પી.રાધાકૃષ્ણે આજે મુંબઇમાં રાજભવન ખાતે શ્રી કોલામ્બરને હંગામી અધ્યક્ષ તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વિધાનપરિષદના નાયબ અધ્યક્ષ નીલન ગોરહે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આવતીકાલ સાતમીથી નવમી ડિસેમ્બર દરમિયાન યોજાનાર વિધાનસભાના ખાસ સત્રમાં શ્રી કાલીદાસ કોલામ્બકર ગૃહના હંગામી અધ્યક્ષ તરીકે કાર્યવાહી સંભાળશે. એવી જ રી...

સપ્ટેમ્બર 21, 2024 10:35 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:35 એ એમ (AM)

views 4

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- 'આપ'ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આમ આદમી પાર્ટી-'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટની શરતો મુજબ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશી શકશે નહીં. જેના કારણે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ 'આપ'ના મોવડીમંડળ દ્વારા આતિશીને દિલ્હીના નવા મ...

જુલાઇ 31, 2024 2:35 પી એમ(PM) જુલાઇ 31, 2024 2:35 પી એમ(PM)

views 3

ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા

ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા હતા. રાંચી સ્થિત રાજભવનના બિરસા મંડપમાં આયોજિત સમારોહમાં ઝારખંડ વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદે શ્રી ગંગવારને શપથ લેવડાવ્યા હતા. દરમિયાન, મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રાજભવન ખાતે મણિપુર વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સિધ્ધાર્થ મૃદુલે લક્ષ્મણપ્રસાદ આચાર્યને રાજ્યપાલ પદનાં શપથ લેવડાવ્યા હતા. પંજાબના રાજ્યપાલ તરીકે ગુલાબચંદ કટારિયાએ શપથ લીધા છે. પંજાબ અને હરિયાણા વડી અદાલતના...