ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM)

views 18

અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવથી યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળશે. આ દરમિયાન જિલ્લાકક્ષાની 20 સમિતિ, 750થી વધુ પોલીસ અને ગૃહરક્ષક દળના જવાન સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કર્મચારીઓ ખડેપગે રહેશે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ગઈકાલે પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી.

સપ્ટેમ્બર 19, 2024 8:12 પી એમ(PM)

views 15

શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે ૩૨ લાખ ૫૪ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ને શિશ ઝુકાવ્યું

શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે ૩૨ લાખ ૫૪ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ને શિશ ઝુકાવ્યું હતું. મહામેળામાં અંદાજે બે કરોડ ૬૬ લાખ રૂપિયાથી વધુની રોકડ અને ૫૦૦ ગ્રામથી વધુ સોનાનું દાન મળ્યું છે. આ સાત દિવસ દરમિયાન એસ.ટી. બસે કુલ ૧૧ હજાર ૪૫૫ ટ્રીપ કરી હતી. જેમાં ૫ લાખ ૪ હજારથી વધુ માઈ ભક્તોએ અંબાજીની મુસાફરી કરી હતી.. જ્યારે, અંદાજે ૬૧ હજારથી વધુ ભક્તોએ ઉડનખટોલાના માધ્યમથી ગબ્બરે ‘જ્યોત’ ના દર્શન પણ કર્યા હતા. પદયાત્રીઓ અને લાખો શ્રદ્ધાળુઓ ...