જુલાઇ 9, 2024 7:51 પી એમ(PM) જુલાઇ 9, 2024 7:51 પી એમ(PM)

views 16

વ્યાજખોરીને ડામવા ચાલી રહેલી ઝૂંબેશમાં યોજાયેલા 568 લોકદરબારમાં 31 હજારથી વધુ નાગરિકો જોડાયા

નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિશેષ ઝૂંબેશ ચાલી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ઝૂંબેશ શરૂ થઈ છે, જે 31 જુલાઈ સુધી ચાલશે. અત્યાર સુધી રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ ઝૂંબેશમાં અત્યાર સુધીમાં ૧૩૪ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, જેમાં ૨૨૬ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે.