ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM)
14
ભરૂચમાં વીજળી પડતાં ચાર વ્યક્તિના મોત : ચાર ઇજાગ્રસ્ત
ભરૂચ જિલ્લામાં વિજળી પડવાની બે અલગ અલગ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા છે. ભરૂચ તાલુકાના પાદરીયા ગામમાં વીજળી પડવાથી ત્રણ વ્યક્તિના મોત થયાં છે. પાદરીયા ગામમાં લારી પર ઉભેલા પાંચ વ્યક્તિ પર વીજળી પડતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અન્ય એક ઘટનામાં હાસોટ તાલુકાના આલિયાબેટ ખાતે પણ માછીમારી કરવા ગયેલા ચાર આદિવાસી યુવકો પર વીજળી પડવાથી એક આદિવાસી યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હ...