ઓગસ્ટ 9, 2024 7:42 પી એમ(PM)

views 16

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

આજે વિશ્વ આદિવાસી દિવસ છે. રાજયમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓમાં ૯૦ લાખ જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. આજે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો. મુખ્યમંત્રીના હસ્તે રાજ્યમાં કુલ ૧૦૧૪ કરોડનાં લોકાર્પણ-ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા, જેમાં ૪૧૧કરોડ ૩૭ લાખ રૂપિયાનાં બે હજાર 240 કામોનું ખાતમુહર્ત તથા ૬૦૨ કરોડ ૭...

ઓગસ્ટ 8, 2024 8:15 પી એમ(PM)

views 16

વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે

વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે. રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાં થનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના "તુર નૃત્ય"ની પ્રસ્તુતિ કરવામાં આવશે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા...