જાન્યુઆરી 29, 2025 6:48 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:48 પી એમ(PM)

views 3

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમમાંથી પુનરાગમન કરવા માટે તૈયાર

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમમાંથી પુનરાગમન કરવા માટે તૈયાર છે.તેઓ આવતીકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં રેલવે સામે રમશે. મેચ સવારે 09:30 કલાકે શરૂ થશે. વિરાટ આયુષ બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમશે.ઉપલબ્ધતા હોય તો ઘરેલુ ક્રિકેટ રમવાના BCCIના આદેશ પછી કોહલી સ્થાનિકક્રિકેટમાં રમશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) એ જાહેરાત કરી છે કે હંમશની જેમ આ રણજીમેચોમાં પણ દર્શકો માટે પ્રવેશ મફત રહેશે.