જૂન 14, 2025 3:39 પી એમ(PM) જૂન 14, 2025 3:39 પી એમ(PM)

views 2

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 39 જેટલા મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે અને તેમના મૃતદેહ તૈયાર રાખવામાં આવ્યા છે. મૃતકના DNA મેચ થયા છે તેમના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવશે. રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહ રવાના કરવામાં આવશે. અમારા અમદાવાદાનાં પ્રતિનિધીના જણાવ્યાં મુજબ, અગાઉ રવિવારે સાંજથી મૃતદેહ આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પરિવારજનોને ત્વરિત મૃતદેહ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર ...

જૂન 14, 2025 3:31 પી એમ(PM) જૂન 14, 2025 3:31 પી એમ(PM)

views 2

અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિશમન દળ અને NDRFની ટીમ દ્વારા અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગમાં ફસાયેલો વિમાનનાં કાટમાળનો ભાગ કાપીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે. આ કામગીરીમાં અગ્નિશમન દળનો એક કર્મચારી અંદર સુધી ગયો અને કટરથી આગળનો ભાગ કાપી મૃતદેહને દોરડા વડે બહાર કાઢ્યો હતો.

જૂન 14, 2025 3:03 પી એમ(PM) જૂન 14, 2025 3:03 પી એમ(PM)

views 3

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે.

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સહિત 12 ક્રૂ સભ્યો હતા. માત્ર એકનો વ્યક્તિનો બચાવ થયો હતો જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. વિમાન દુર્ધટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ - જે ઔપચારિક રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખાય છે - શોધી કાઢ્યું છે. ફોર...