સપ્ટેમ્બર 10, 2024 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 7:48 પી એમ(PM)

views 6

આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષે પ્રવેશ મહેતાને ફરીદાબાદ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે, જ્યારે મુખ્તિયાર સિંહ બાજીગરને રતિયા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલે 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

સપ્ટેમ્બર 3, 2024 8:13 પી એમ(PM) સપ્ટેમ્બર 3, 2024 8:13 પી એમ(PM)

views 5

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ આજે ધ્વનિ મતથી અપરાજિતા મહિલા અને બાળ સુરક્ષા બિલ, 2024 પસાર કર્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ આજે ધ્વનિ મતથી અપરાજિતા મહિલા અને બાળ સુરક્ષા બિલ, 2024 પસાર કર્યું હતું. આ ખરડો હવે રાજ્યના રાજ્યપાલ દ્વારા પસાર કરવો જરૂરી છે અને ત્યારબાદ તેને ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. આ બિલ રાજ્ય સંચાલિત આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના પગલે રજૂ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાના બનાવને કારણે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયું હતું.. ગૃહમાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મમતા બ...

ઓગસ્ટ 22, 2024 8:33 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 8:33 પી એમ(PM)

views 6

વિધાનસભામાં આજે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક અને પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા

વિધાનસભામાં આજે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક અને પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. શ્રી સંઘવીએ જણાવ્યું કે, આ પ્રકારના ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા વાહનોની હરાજી કરીને તેના નાણાનો ઉપયોગ સ...

ઓગસ્ટ 22, 2024 3:36 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 3:36 પી એમ(PM)

views 9

ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસના સત્રની કાર્યવાહીનો પ્રારંભ ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે થયો

ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસના સત્રની કાર્યવાહીનો પ્રારંભ ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે થયો હતો. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે કે, આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસ નેતા અમિત ચાવડા પોઇન્ટ ઓફ ઓર્ડર માટે ઉભા થયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, તેમણે પૂછેલા ટૂંકી મુદતનાં પ્રશ્નોને રદ કરી દેવામાં આવ્યા છે. આજના સત્રમાં જે બે ટૂંકી મુદતનાં પ્રશ્નો દાખલ કરવામાં આવ્યા તે બંને ભાજપના હતા. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્...

ઓગસ્ટ 20, 2024 3:52 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 3:52 પી એમ(PM)

views 4

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. પંદરમી વિધાનસભાના પાંચમુ સત્ર 21 થી 23 એમ ત્રણ દિવસનુ રહેશે.. આ ત્રણ દિવસના આ સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઠરાવો દ્વારા થશે.. ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય- સામાજીક આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરીને તેમને શ્રધ્ધાંજલી અર્પવામાં આવશે..આ શોકદર્શક ઠરાવો બાદ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે.. પહેલા દિવસે બે સત્રમાં કામગીરી કરવામાં આવશે. જ્યારે ગુરૂવાર એટલે કે સત્રના બીજા દિવસે સરક...

જુલાઇ 11, 2024 4:25 પી એમ(PM) જુલાઇ 11, 2024 4:25 પી એમ(PM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસે છે, તેઓ અહીં નરસી મોન્જી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધશે. ઉપરાંત રાજભવનની મુલાકાત પણ લેશે.