નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM) નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM)

views 25

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઝારખંડમાં 12 જિલ્લાની 38 બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે..કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર, મતદાન માત્ર 4 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં પાંચસો ૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે લોકોને કોઈપણ ડર વગર મતદાન કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે અને સાંજે...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM) નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 17

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ શ્રેણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે

નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM) નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM)

views 73

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે.31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં 1 કરોડ 37 લાખથી વધુ મતદારો 73 મહિલાઓ સહિત 6 હજાર 083 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. સેરાયકેલાથી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેન, રાંચીથી રાજ્યસભાના સાંસદ અને jm...

નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM) નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM)

views 5

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કન્ટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .૨૩ નવેમ્બરનાં રોજ પરિણામ જાહેર થશે.

નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM) નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM)

views 41

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, ઝારખંડ ઉપરાંત જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ, મતદારોને મફતમાં વહેંચવાની ચીજો, શરાબ, માદક પદાર્થો અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી આશરે 280 કરોડ રૂપિયા અને ઝારખંડમાંથી 158 કરોડ રૂપિયાનાં મૂલ્યની ચીજો જપ્ત કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાંથી થયેલી કુલ જપ્તી 2019ની વિધાનસભા ચૂંટણી કરતા ત્રણ ગણી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તમામ અધિકારીઓને ચૂંટણી દરમિયાન ભ્રષ...

નવેમ્બર 6, 2024 9:31 એ એમ (AM) નવેમ્બર 6, 2024 9:31 એ એમ (AM)

views 29

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે. એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના નેતા અતુલ લોંધેએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરે અને NCP ના વડા શરદ પવાર પણ આ રેલીમાં હાજર રહેશે. આ મહિનાની 20મી તારીખે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મુંબઈમાં MVA સાથીઓની આ પ્રથમ સંયુક્ત રેલી હશે.

નવેમ્બર 6, 2024 9:29 એ એમ (AM) નવેમ્બર 6, 2024 9:29 એ એમ (AM)

views 31

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા નેતાઓમાં પલામૂથી ચંદ્રમા કુમારી, હજારી બાગથી કુમકુમદેવી, દુમકાથી જૂલી દેવી, લાતેહારથી બલવંતસિંહ, ખરસવાંથી અરવિંદ સિંહ, હજારી બાગથી બાકે બિહારી, બોકારોથી ચિત્રરંજન સાવ અને હજારી પ્રસાદ સાહૂ સામેલ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બાબૂ લાલ મરાન્ડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભાજપના આ નેતાઓને ઉમેદવારી પત્ર ભરવા તેમજ પક્ષના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડ...

ઓક્ટોબર 26, 2024 8:41 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 8:41 એ એમ (AM)

views 7

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ જાહેર સમર્થન મેળવવા માટે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ જાહેર સમર્થન મેળવવા માટે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સહ-પ્રભારી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, NDAને સમર્થન વધી રહ્યું છે અને લોકોએ હેમંત સોરેન સરકારને હટાવવાનું મન બનાવી લીધું છે. તેમણે કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ઈરફાન અંસારીએ ભાજપ પર પાર્ટી કાર્યકર્તાઓની અવગણના કરવાનો અને બહારના લોકોને ટિકિટ આપવાનો...

ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM)

views 6

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક્ઝિટ પૉલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આનો ઉલ્લંઘન કરનારાઓને સજા અને દંડનો સામનો કરવો પડી શકે છે.