માર્ચ 7, 2025 7:17 પી એમ(PM) માર્ચ 7, 2025 7:17 પી એમ(PM)

views 4

ભારત યુરોપ સાથે તેના સંબંધો વધારી રહ્યું છે : વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું છે કે ભારત યુરોપ સાથે તેના સંબંધો વધારી રહ્યું છે. આયર્લેન્ડની યુનિવર્સિટી કોલેજ ડબલિન ખાતે ડૉ. જયશંકરે ભારતીય અર્થતંત્રના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને યુરોપિયન સંઘ લગભગ 23 વર્ષથી મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. શ્રી જયશંકરે આશા વ્યક્ત કરી કે આ પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને આ દાયકાના અંત સુધીમાં તે ચોક્કસપણે ત્રીજા સ્થાને પહોંચી જશે. તેમણે કહ્યું કે ભ...

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 7

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.

ડિસેમ્બર 14, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:34 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં પોર્ટુગલના વિદેશ મંત્રી પાઉલો રાંગલ સાથે ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં પોર્ટુગલના વિદેશ મંત્રી પાઉલો રાંગલ સાથે ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે તેમણે ભારત અને પોર્ટુગલ વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી અને સ્વચ્છ ઉર્જા, ટેક્નોલોજી, ડિજિટલ, પરિવહન, હેરિટેજ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રોમાં નવી તકોની અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયા, યુક્રેન અને ઈન્ડો-પેસિફિક સંબંધિત મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ડો. જયશંકરે બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સહયોગ તથા ભારત અ...

ડિસેમ્બર 8, 2024 8:46 એ એમ (AM) ડિસેમ્બર 8, 2024 8:46 એ એમ (AM)

views 4

વિદેશ મંત્રી એસ. જયશંકર મનામા સંવાદમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે બહેરીનની રાજધાની મનામા પહોંચ્યા હતા.

વિદેશ મંત્રી એસ. જયશંકર મનામા સંવાદમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે બહેરીનની રાજધાની મનામા પહોંચ્યા હતા. આ અગાઉ વિદેશ મંત્રીએ દોહામાં મહત્વપૂર્ણ રાજદ્વારી વાટાઘાટોમાં ભાગ લીધો હતો. આ ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાના ભારતના પ્રયાસોને રેખાંકિત કરે છે. બહેરીનના વિદેશમંત્રી ડો. અબ્દુલ લતીફ બિન રાશીદ અલ જાયાનીએ શ્રી જયશંકરનું સ્વાગત કર્યું હતું. અમારા સંવાદદાતા જણાવે છે કે, મનામામાં વિદેશ મંત્રી ડૉ. જયશંકર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા આયોજિત મનામા સંવાદના 21મા એ...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 6

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિ...

ઓગસ્ટ 16, 2024 2:21 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 2:21 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળશે. ડો. જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા સક્ષમ બનાવશે. બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરશે.