ફેબ્રુવારી 21, 2025 7:34 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:34 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે G20 રાષ્ટ્રો માટે ખોરાક, ઉર્જા, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે G20 રાષ્ટ્રો માટે ખોરાક, ઉર્જા, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો. આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે 2025 માટે G20 ઉદ્દેશ્યો પર પોતાના સંબોધનમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું.તેમણે કહ્યું કે પોતાનું નેતૃત્વ જાળવી રાખવા માટે, G20 એ વૈશ્વિક પડકારોનું સંપૂર્ણ રીતે સચોટ પ્રતિબિંબ પાડવું જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે G20 એ હંમેશા સ્પર્ધાની મજબૂરીઓ કરતાં સહયોગની આવશ્યકતાઓને ઉચ્ચ સ્થાન આપવું જોઈએ. આંતરરાષ્ટ...

જાન્યુઆરી 17, 2025 2:18 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:18 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આજે બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આજે બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે બંને દેશો પાસે ખાસ કરીને AI, અવકાશ ક્ષેત્ર, સંરક્ષણ, ડ્રોન, બાયો ટેકનોલોજી જેવા ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરવાની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બેંગલુરુ ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં આગળ હોવાની સાથે HAL જેવા સંગઠનો ધરાવે છે, તેથી ભારત અને બેંગલુરુ બંનેને આ કોન્સ્યુલેટનો લાભ મળશે. નવું કોન્સ્યુલેટ ટૂંક સમયમાં અહીં તેની વિઝા સેવાઓ શરૂ કરશે તેવી તેમણે આશા વ...

ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ કતારના પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 7

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.

ડિસેમ્બર 27, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:39 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી.

વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકરે ગઈકાલે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મિડીયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, બેઠકમાં છેલ્લાં ચાર વર્ષમાં ભારત-અમેરિકા વચ્ચેનાં સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત-અમેરિકા સંબંધો દ્વિપક્ષીય હિતો અને વૈશ્વિક સુખાકારી માટે મદદરૂપ નીવડશે. વિદેશ મંત્રીએ આજે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ અને ન્યૂયોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, સિએટલ, હ્યુસ્ટન અને એટલાન્ટા સ્થિત ક...

ડિસેમ્બર 27, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:23 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડૉ એસ. જયશંકર અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે

વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી અને તાજેતરના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ અંગે ચર્ચા કરી હતી. ડૉ. જયશંકર 24 ડિસેમ્બરથી અમેરિકાની છ દિવસની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અમેરિકના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર અમેરિકામાં ભારતના કોન્સલ જનરલના સંમેલનની પણ અ...

ડિસેમ્બર 24, 2024 9:34 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:34 એ એમ (AM)

views 4

વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર આજથી છ દિવસની અમેરિકાની મુલાકાતે

વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર આજથી છ દિવસની અમેરિકાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકામાં તેમના સમકક્ષ નેતાઓને મળશે અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ડૉ. જયશંકર અમેરિકામાં ભારતીય કોન્સ્યુલ જનરલની કોન્ફરન્સની પણ અધ્યક્ષતા કરશે.

ડિસેમ્બર 6, 2024 2:21 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:21 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને જાપાન વચ્ચે સેમિકન્ડક્ટર સહયોગના વધતા મહત્વ પર ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને જાપાન વચ્ચે સેમિકન્ડક્ટર સહયોગના વધતા મહત્વ પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારત-જાપાન ફોરમના ઉદ્ઘાટન સત્રમાં બોલતા જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રો આ ક્ષેત્રમાં તાઈવાન સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છે. ડો. જયશંકરે આવા સહયોગના મહત્વ પર ભાર મૂકતા, આગામી દાયકામાં ભૌગોલિક રાજકીય સ્તરના સમીકરણોને સંતુલિત કરવા માટે સેમિકન્ડક્ટર્સ એક મહત્વપૂર્ણ ઘટક હોવાનું કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા અને ભારતીય કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થ...

ડિસેમ્બર 3, 2024 9:33 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:33 એ એમ (AM)

views 8

વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકાણ સહિત આર્થિક નિર્ણયો લેવાની હિમાયત કરી

વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકાણ સહિત આર્થિક નિર્ણયો લેવાની હિમાયત કરી છે. નવી દિલ્હીમાં CII પાર્ટનરશિપ સમિટને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું હતું કે, સશસ્ત્રીકરણને બદલે આર્થિક ક્ષેત્રૈ વધુને વધુ લાભ મેળવવાનો આ સમય છે વિદેશ મંત્રીએ કહ્યું, સિમીત રૂઢિચુસ્ત સાવચેતીઓ વચ્ચે વેપારમાં સાવધાની રાખવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.. ડૉ. જયશંકરે વિકાસ માટે વિશ્વસનીય ભાગીદારો સાથે સહયોગ સાધવા પર ભાર મૂક્યો હતો.. તેમણે કહ્યું કે, આ પગલાંનો હેતુ ભારત માટે નોંધપાત્ર આર્થિક તકો ઊભી કર...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 6

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરિ...