જાન્યુઆરી 28, 2025 9:26 એ એમ (AM)

views 15

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજે અબુ ધાબીમાં રાયસીના મિડલ ઇસ્ટના ઉદ્ઘાટન સત્રને સંબોધશે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજે અબુ ધાબીમાં રાયસીના મિડલ ઇસ્ટના ઉદ્ઘાટન સત્રને સંબોધશે. વિદેશમંત્રીએ યુ.એ.ઈની ત્રણ દિવસીય દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, તેમણે ભારત અને યુએઈ વચ્ચે વધતા જતા તાલમેલ પર ભાર મૂક્યો હતો. જ્યારે વૈશ્વિક વ્યવસ્થા નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. આ સમય પડકારો અને તકો સાથે સાચી મિત્રતાની કસોટી થાય છે અને તે સમય સાથે મજબૂત બને છે. ડૉ. જયશંકરે ભારત અને યુએઈને જોડતા ...

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.

નવેમ્બર 8, 2024 2:28 પી એમ(PM)

views 9

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સિંગાપોરમાં આસિયાન – ઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદને સંબોધન કર્યું

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે ભારત અને આસિયાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગદારી પર ભાર મૂકતા જણાવ્યું છે કે બંનેની વસતી સંબંધી બાબતો અને વધતી માગ એકબીજાને મદદરૂપ બની શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રનું ચાલક પરીબળ બની શકે છે. ડૉ. જયશંકર આજે સિંગાપોરમાં આસિયાન – ઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદને સંબોધી રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને આસિયાન દેશો વચ્ચેનો સહકાર સમકાલીન પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ડૉ. જયશંકરે ભારત અને આસિયાનના સહિયારા પ્રદેશોમાં રાજકીય પ્ર...