જુલાઇ 30, 2024 7:56 પી એમ(PM)
29
કેરળના વાઇનાડમાં ભૂસ્ખલનને કારણે 93 લોકોના મોત, 128 લોકો સારવાર હેઠળ.. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં
કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 93 થયો છે. અકસ્માતમાં ઘાયલ 128થી વધુ લોકો સારવાર હેઠળ છે. વાયનાડમાં ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આર્મી અને નૌકાદળના જવાનો રાહત અને બચાવના પ્રયાસો કરી રહ્યા છે અને ભૂસ્ખલન અસરગ્રસ્ત મુંડાકાયમમાંથી લગભગ 150 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ વિસ્તારમાં બચાવ અને પુનર્વસન કાર્ય માટે દરેક સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આજથી બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છ...