જુલાઇ 19, 2024 4:27 પી એમ(PM)

views 29

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર,પોરબંદર,જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર,અમરેલી,મોરબી,ગીરસોમનાથ,બોટાદ,કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદને જોતા એનડીઆરએફની દસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી શરૂ કરીને બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 72 તાલુકાઓમાં વરસાદ...

જુલાઇ 19, 2024 2:52 પી એમ(PM)

views 6

હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાકાંઠાનાં વિસ્તારો, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા માધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિતનાં રાજ્યોમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને...

જુલાઇ 18, 2024 7:59 પી એમ(PM)

views 17

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર,અમરેલી,મોરબી,ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદના આગાહી છે. દક્ષિણ ગુજરાત તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ સહિત કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 20 ...

જુલાઇ 18, 2024 7:09 પી એમ(PM)

views 15

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડના તાલુકા, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર,ભાણવડ, જુનાગઢ તાલુકા અને શહેરમાં તેમજ નવસારીના જલાલપોરમાં એક ઇંચથી વધુ વરસાદના અહેવાલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, કલ્યાણપુર તાલુકામાં ભાટીયા, નંદાણા, પટેલકા,રાવલ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે દ્વારકા- લીંબડી ધોરીમાર્ગ પર પાણી ફ...

જુલાઇ 17, 2024 2:14 પી એમ(PM)

views 14

દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્યમહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત,કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.દરમિયાન, સતત ભારે વરસાદને કારણ...

જુલાઇ 16, 2024 4:23 પી એમ(PM)

views 14

આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટિયપ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે સમગ્ર પશ્ચિમ કિનારાના તટિયપ્રદેશો અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વિભાગે આ વિસ્તારો માટે રેડ એલર્ટ અને કેરળમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, છત્તીસગઢ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ...

જુલાઇ 16, 2024 4:15 પી એમ(PM)

views 13

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 39.74 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં, વરસ્યો છે.જ્યારે કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 108 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 14 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. આજે સવારે 6 વાગે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ભરૂચ ...

જુલાઇ 15, 2024 7:44 પી એમ(PM)

views 40

રાજ્યના કેટલાંક ભાગોમાં આવતીકાલે ભારે વરસાદને પગલે રેડ અલર્ટ જાહેર

રાજ્યમાં વિરામ બાદ ફરી એકવાર ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલ માટે કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપરુ, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. 17 જુલાઈના રોજ આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહો...

જુલાઇ 15, 2024 3:33 પી એમ(PM)

views 10

ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વાવાઝોડા અને વીજળીની પણ આગાહી કરી છે. દિલ્હીમાં આજે સવારે વરસાદ થયો હતો, જેના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે આંશિક વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છ...

જુલાઇ 11, 2024 8:08 પી એમ(PM)

views 16

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે મોસમના સરેરાશ વરસાદની ટકાવારીની રીતે સૌથી વધુ 35.44 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે. કચ્છ ઝોનમાં 34.87 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 27.25 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 18 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાત ઝોનમાં 16.39 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોઇએ તો, સૌથી વધુ 56 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને 54 ટકા વરસાદ જુનાગઢ જિલ્લામાં નોંધાયો ...