માર્ચ 31, 2025 6:18 પી એમ(PM)

views 17

રાજ્યમાં આગામી ચાર દિવસ છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા

રાજ્યમાં આગામી ચાર દિવસ છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અમરેલી અને દીવમાં છુટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આવતીકાલે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

માર્ચ 21, 2025 6:06 પી એમ(PM)

views 13

આગામી બે દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થશે

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થશે. વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આજે અને કાલે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કેરળ, લક્ષદ્વીપ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં સમાન સ્થિતિ રહેવા...

ડિસેમ્બર 28, 2024 9:00 એ એમ (AM)

views 11

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજમાં 12, કંડલાના હવાઈમથક, રાજકોટ, અને અમરેલી અને જુનાગઢના કેશોદમાં 14, કંડલા બંદર પર 15 અને અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ...

ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM)

views 9

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ ...

નવેમ્બર 12, 2024 9:38 એ એમ (AM)

views 10

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આ મહિનાની 15મી તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે. આજે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના ઘણા ભાગોમાં અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં, શ્રીલંકાઅને તમિલનાડુના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં આજે ભેજવાળુ હવામાન રહેવાની શક્યતા છે.. હવામાન વિભાગે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.હવામાન એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી...

નવેમ્બર 5, 2024 9:48 એ એમ (AM)

views 13

હવામાન વિભાગે કેરળ, માહે, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના જુદાજુદા ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે કેરળ, માહે, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના જુદાજુદા ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. આ તરફ પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર અને તટિય પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં ધુમ્મસછાયું વાતાવરણ રહેશે. દિલ્હી અને એનસીઆરના ભાગોમાં પણ સવારે ધુમ્મસને કારણે લૉ વિઝીબ્લિટની સ્થિતિ રહી શકે છે.

ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM)

views 20

ભરૂચમાં વીજળી પડતાં ચાર વ્યક્તિના મોત : ચાર ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લામાં વિજળી પડવાની બે અલગ અલગ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા છે. ભરૂચ તાલુકાના પાદરીયા ગામમાં વીજળી પડવાથી ત્રણ વ્યક્તિના મોત થયાં છે. પાદરીયા ગામમાં લારી પર ઉભેલા પાંચ વ્યક્તિ પર વીજળી પડતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અન્ય એક ઘટનામાં હાસોટ તાલુકાના આલિયાબેટ ખાતે પણ માછીમારી કરવા ગયેલા ચાર આદિવાસી યુવકો પર વીજળી પડવાથી એક આદિવાસી યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હ...

ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM)

views 23

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ  માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં બે દિવસ દરમ્યાન મધ્યમ વરસાદ પડવાની આગાહી  છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાનમાં ગાંધીનગર તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસા...

ઓક્ટોબર 11, 2024 9:48 એ એમ (AM)

views 14

હવામન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી કરી છે.

હવામન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈ કેનાલ અને અરૂણાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આવતીકાલે બંગાળની ખાડીના મધ્યભાગમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. જેને પગલે ઉત્તર પૂર્વ, પશ્ચિમ તેમજ દક્ષિણના તટિય ભાગોમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી શકે છે. હવામન વિભાગ અનુસાર આગામી બે દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ બિહારના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબુ ખેંચાવ...

ઓક્ટોબર 11, 2024 8:10 એ એમ (AM)

views 12

નવરાત્રિના આઠમા નોરતે ગઇ કાલે રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદ પડતાં ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો હતો.

નવરાત્રિના આઠમા નોરતે ગઇ કાલે રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદ પડતાં ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઈ કાલે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યનાં 45 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. ખાસ કરીને સાંજનાં સમયે વરસાદ પડતાં ગરબાનાં સ્થળોએ પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં પડ્યો હતો. જ્યારે ગણદેવી તાલુકામાં પોણા બે ઇંચ, સુત્રાપાડા તાલુકામાં સવા ઇંચ અને ચીખલી, ખ...