જાન્યુઆરી 4, 2025 8:43 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 8:43 એ એમ (AM)

views 7

પંચમહોત્સવ અંતર્ગત બાળકો માટે નેચર ટ્રેઈલ યોજાઈ

પંચમહાલમાં પંચમહોત્સવના બીજા દિવસે ગઇકાલે હાલોલ પ્રાંત અધિકારી અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકો માટે નેચર ટ્રેઇલ યોજવામાં આવી હતી. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, આ નેચર ટ્રેઇલમાં જેપુરા પ્રાથમિક શાળાના બાળકોને માંડવી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે આવેલા બટર ફ્લાય બગીચાની મુલાકાત કરાવવામાં આવી હતી. તેમજ વન વિભાગના અધિકારી દ્વારા બાળકોને વિલુપ્ત થવાના આરે રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ તેમજ પ્રકૃતિના જતન અંગે માહિતી આપવામાં આવી હતી.

જુલાઇ 26, 2024 3:28 પી એમ(PM) જુલાઇ 26, 2024 3:28 પી એમ(PM)

views 8

રેલવે ટ્રેક પર સિંહોના વધતા જતાં અકસ્માતને ધ્યાનમાં લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે

રેલવે ટ્રેક પર સિંહોના વધતા જતાં અકસ્માતને ધ્યાનમાં લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વન વિભાગને કરેલી તાકીદને પગલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ તૈયાર કરવામાં આવી છે.વન વિભાગ અને રેલવે દ્વારા રેન્જ લેવલ, ડિવિઝનલ લેવલ અને સર્કલ લેવલ કમિટી તૈયાર કરવામાં આવી છે. રેલ્વે ટ્રેકની આજુબાજુમાં જ્યાં અકસ્માતો થયા છે તેવી જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આ જગ્યાએથી ટ્રેન પસાર થાય ત્યારે ઝડપમાં ઘટાડો કરવામાં આવશે.આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટ...