માર્ચ 21, 2025 6:12 પી એમ(PM) માર્ચ 21, 2025 6:12 પી એમ(PM)
4
આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ જંગલો અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણ પર ભાર મૂકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ભારતમાં જંગલો ફક્ત જીવસૃષ્ટિ જ નથી, તે જીવનરેખા છે, જે આપણી સંસ્કૃતિ, અર્થતંત્ર અને જૈવવિવિધતાનો અભિન્ન ભાગ છે. ભારતની વન સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પરિવર્તનકારી નીતિઓ અને પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. ભારતનો અભિગમ વન સંરક્ષણને લોકોની ભાગીદારી અને દૂરંદેશી નીતિઓ સાથે જોડીને વિશ્વ માટે એક ઉદાહરણ રજૂ કરે છે.