ફેબ્રુવારી 16, 2025 7:59 એ એમ (AM)

views 33

વડનગરમાં 22 કરોડ રૂપિયાના ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ સ્થપાશે.

ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ, CSTI સ્થપાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો, L&Tએ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. L&T દ્વારા 22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ઈન્સ્ટિટ્યુટનું નિર્માણ થશે. ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં દર વર્ષે એક હજારથી વધુ યુવાઓને તાલીમ કૌશલ્ય મળશે.. આ સેન્ટર દ્વારા ઉત્તર ગુજરાતમાં ધરોઈ વિસ્તારના વિવિધ વિકાસ કામો-ભારતમાલા પ્રોજેક્ટ તથા બા...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 34

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.