ઓગસ્ટ 9, 2024 8:15 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 8:15 પી એમ(PM)

views 5

લોકસભાએ આજે વકફ સુધારા બિલ 2024ની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના 21 સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો

લોકસભાએ આજે વકફ સુધારા બિલ 2024ની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના 21 સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જગદંબિકાપાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, દિલીપ સૈકિયા, ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ, મોહમ્મદ જાવેદ, કલ્યાણ બેનર્જી અને અસદુદ્દીન ઓવૈસી સભ્યોમાં સામેલછે. આ સમિતિમાં રાજ્યસભાના 10 સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરતા સંસદીય અનેલઘુમતી બાબતોના પ્રધાન કિરન રિજિજુએ કહ્યું કે સમિતિ લોકસભાના આગામી સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે તેનો અહેવાલ રજૂ કરશે...