નવેમ્બર 27, 2024 7:12 પી એમ(PM)

views 17

હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું

હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ લેવા માટે બે મહિલા અધિકારીઓ લોથલ ગઇ હતી જ્યાં અચાનક ભેખડ ધસી પડતાં બંને મહિલાઓ દટાઇ હતી. તેમને બચાવ કામગીરી કરાતાં દિલ્હીની એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગાંધીનગરની મહિલાને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેની સારવાર ચાલી રહી છે. બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગુ...