નવેમ્બર 23, 2024 8:19 પી એમ(PM) નવેમ્બર 23, 2024 8:19 પી એમ(PM)

views 8

લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ સહિતના એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે

લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળની એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે.કોંગ્રેસે સાત, તૃણમુલ કોંગ્રેસે છ, આપે ત્રણ, જ્યારે સમાજવાદી પક્ષે બે બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળની વાયનાડ સંસદીય બેઠક ઉપર વિજય મેળવ્યો છે. તેમણે સીપીઆઈના ઉમેદવાર સથ્યેન મોકેરીને ચાર લાખથી વધુ મતોથી પરાજ્ય આપ્યો છે.એવી જ રીતે મહારાષ્ટ્રની લોકસભાની નાંદેડ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના સંતુક રાવ હંમ્બર્ડે એ તેમના નજીકના હરીફ કોંગ્રેસના રવીન...

ઓગસ્ટ 9, 2024 2:44 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:44 પી એમ(PM)

views 6

લોકસભામાં નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમને ઓલિમ્પિકની સફળતા માટે બિરદાવવામાં આવ્યા

લોકસભાની કાર્યવાહી શરૂ થતા ગૃહમાં નિરજ ચોપરાને રજત ચંદ્વક જીત બદલ તેમજ ભારતીય ટીમને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આ ઐતિહાસિક જીતથી યુવાનોને જરૂર પ્રેરણા મળશે. ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પ્રસંગે ગૃહમાં મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી.

ઓગસ્ટ 6, 2024 7:51 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:51 પી એમ(PM)

views 13

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું હતું.આ બીલ ઉપરની ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના ડૉ.અમર સિંહે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય બજેટમાં માત્ર વધઉ આવક ધરાવતા લોકોને જ રાહત આપવામાં આવી છે અને મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોની કાળજી લેવામાં આવી નથી. તેમણે કહ્યું કે, દેશનો કૃષિ વિકાસ ઘટી રહ્યો છે. ડૉ. સિંહે ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.. કોંગ્રેસના અન્ય સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે દેશમાં FDI સતત ઘટી રહ્યું છે. તેમણે પેટ્રોલ અને ડીઝલના એ...

ઓગસ્ટ 6, 2024 7:18 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:18 પી એમ(PM)

views 12

વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે આજે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્ન ઉઠાવ્યા

વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે આજે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્ન ઉઠાવ્યા હતાં. શ્રી પટેલે દ્વારા દરિયા કિનારાના ગામોને સૌથી વધુ સ્પર્શતા દરિયાઈ જિલ્લાના ગામોમાં પાણીના ધોવાણથી ગામ લોકોને થતા નુકસાનના નિવારણ અંગે જરૂરી સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી અંગે જરૂરી પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં વલસાડ તાલુકાના મોટી દાંતી, નાની દાંતી કકવાડી, ભદેલી જગાલાલા, કોસંબા, ભાગલ સહિતના ગામ ખાતે સુરક્ષા દિવાલ બનાવવા અંગેની જરૂરી રજૂઆતો કરી હતી, જે અંગે વિભાગ દ્વારા જરૂરી ટેકનીકલ સરવે કર...

ઓગસ્ટ 5, 2024 2:41 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:41 પી એમ(PM)

views 5

સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપની અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં રોકાણ કરનારા 17 હજાર 250 દાવેદારોને અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા

કેન્દ્રએ જણાવ્યું છે કે સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપની અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં રોકાણ કરનારા 17 હજાર 250 દાવેદારોને અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સહારા ઈન્ડિયા ફાઈનાન્સ કંપનીઓ દ્વારા 3.07 કરોડ રોકાણકારો પાસેથી લગભગ 26 હજાર કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. અને રોકાણકારોને નાણાં પરત કરવા પર નિયમનકાર સેબી અને સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી સ...

જુલાઇ 11, 2024 8:22 પી એમ(PM) જુલાઇ 11, 2024 8:22 પી એમ(PM)

views 3

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ભારત સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસના બ્રિક્સ ના ધ્યેયને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ભારત સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસના બ્રિક્સ ના ધ્યેયને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. લોકસભા અધ્યક્ષ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં 10મા બ્રિક્સ સંસદીય મંચમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. બ્રિક્સ સંસદીય મંચમાં ચાર નવા સભ્યો - ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનું સ્વાગત કરતાં, શ્રી બિરલાએ સંગઠનમાં નવા સભ્યોના સમાવેશ માટે રશિયાના અધ્યક્ષપદની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે બ્રિક્સ વૈશ્વિક શાસનના વધુ લ...

જુલાઇ 1, 2024 7:49 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:49 પી એમ(PM)

views 98

સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ

સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ હતી. ભારતીય જનતાપક્ષના સાંસદ અનુરાગ ઠાકુરે ચર્ચામાં ભાગ લેતા પાછલા દસ વર્ષોની સરકારની સિદ્ધિઓનાવખાણ કર્યા. શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાંસરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા, તેમજ લોકોના કલ્યાણ અર્થે અનેક પગલાં લીધા છે.. તેમણે કહ્યું કે 25 કરોડલોકોને ગરીબીમાંથી ઉગારવામાં આવ્યા, તેમજ 80 કરોડ લોકોને મફતઅનાજ આપવામાં આવ્યું. ભાજપના સાંસદબાંસૂરી સ્વરાજે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ અને મહિલા સશક્તિકરણ સરક...

જૂન 25, 2024 4:13 પી એમ(PM) જૂન 25, 2024 4:13 પી એમ(PM)

views 121

લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના સાંસદ ઓમ બિરલાએ જ્યારે વિપક્ષ તરફથી કે. સુરેશે ઉમેદવારી નોંધાવી

લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના વરિષ્ઠ સાંસદ ઓમ બિરલાએ જ્યારે વિપક્ષ તરફથી કે. સુરેશે તેમની ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને પીયૂષ ગોયલે આ અંગે સહમતી સાધવા કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને ડીએમકેના ટીઆર બાલુ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતિ સધાઈ ન હતી. દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાના અધ્યક્ષપદ માટે વિપક્ષ એનડીએના ઉમેદવારને સમર્થન આપવા માટે તૈયાર છે, પરંતુ નાયબ અધ્યક્ષપદ વિપક્ષના ઉમેદવારને જ આપવું જોઈએ તેમ જણાવ્યુ હતું. આજે ...

જૂન 25, 2024 4:02 પી એમ(PM) જૂન 25, 2024 4:02 પી એમ(PM)

views 38

18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથ વિધિ સાથે શરૂ

18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથ વિધિ સાથે શરૂ થયો. આજે એડ્વોકેટ ગોવાલ કાગડા પદવીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે કે અપક્ષ સાંસદ બચ્છવ શોભાએ તેમજ ભાજપના સાંસદ સ્મિતા ઉદય વાઘે મરાઠીમાં શપથ ગ્રહણ કર્યા. વધુ એક અપક્ષ સાંસદ અનુપ ઘોત્રે, કૉંગ્રેસના બળવંત બાસવંત વાનખેડે, એનસીપી અમર શરદરાવ કાલે, કૉંગ્રેસના શ્યમ કુમાર દોલત બારવે, શિવસેનાના સાંસદ ડૉ. શ્રીકાંત એકનાથ શિંદે, નરેશ ગણપત મહાસ્કે અને અન્ય સાંસદોએ પણ શપથ લીધા હતા.