સપ્ટેમ્બર 24, 2024 10:44 એ એમ (AM)

views 13

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં શરૂ થયેલી બે દિવસીય 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન (CPA) ઈન્ડિયા રિજન કોન્ફરન્સને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી બિરલાએ વિવિધ મંચો પર ચર્ચા કરવા અને ટેક્નોલોજી દ્વારા સમાજના છેવાડાના માણસના કલ્યાણ માટે કલ્યાણકારી યોજનાઓને આકાર આપવા વિધાન મંડળોને વિનંતી કરી હતી