માર્ચ 21, 2025 6:08 પી એમ(PM) માર્ચ 21, 2025 6:08 પી એમ(PM)

views 8

ચીનના હોતાન પ્રાંતમાં નવા કાઉન્ટીની રચના અંગે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો

ચીનના હોતાન પ્રાંતમાં નવા કાઉન્ટીની રચના અંગે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે આ કહેવાતા કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના કેટલાક ભાગો ભારતના લદ્દાખમાં આવે છે. ભારતે ક્યારેય આ ક્ષેત્રમાં તેના પ્રદેશ પર ગેરકાયદેસર ચીની કબજો સ્વીકાર્યો નથી. નવા કાઉન્ટીની રચનાથી આ પ્રદેશ પર ભારતના લાંબા સમયથી ચાલતા અને સુસંગત સ્થાન પર કોઈ અસર પડશે નહીં. શ્રી સિંહે કહ્યું કે સરકાર જાણે છે કે ચીન સરહદી વિસ્તારોમાં માળખાગત સુ...

માર્ચ 19, 2025 6:37 પી એમ(PM) માર્ચ 19, 2025 6:37 પી એમ(PM)

views 29

નરેન્દ્ર મોદી સરકારે 2025-26 વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું

લોકસભામાં આજે 2025-26 માટે જળ શક્તિ મંત્રાલયના નિયંત્રણ હેઠળના અનુદાનની માંગણીઓ પર ચર્ચા શરૂ કરતા ભાજપના જગદંબિકા પાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે 2025-26વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે, આ ફાળવણી ગયા અંદાજપત્રની ફાળવણી કરતા 93 ટકા વધુ છે. ચર્ચામાં ભાગ લેતા ડીએમકેના સાંસદ ટી આર બાલુએ જણાવ્યુંકે, જલ જીવન મિશન હેઠળ માત્ર 80 ટકા કાર્ય પૂર્ણ થયું છે અને માત્ર 15 કરોડ ઘરોનેઆ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ફેબ્રુવારી 13, 2025 2:13 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:13 પી એમ(PM)

views 7

વક્ફ (સુધારા) બિલ 2024 અંગે સંયુક્ત સમિતિના અહેવાલ પર વિરોધ પક્ષોનાં સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

વક્ફ (સુધારા) બિલ 2024 અંગે સંયુક્ત સમિતિના અહેવાલ પર વિરોધ પક્ષોનાં સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અહેવાલ આજે ગૃહમાં રજૂ થવાનો છે. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટી સહિતનાં વિરોધ પક્ષનાં સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ પક્ષનાં સભ્યોને ગૃહને સૂચિબદ્ધ કામકાજ શરૂ કરવાની મંજૂરી આપવા વારંવાર વિનંતી કરી. તેમણે કહ્યું કે, અહેવાલ રજૂ થયા પછી તેઓ સભ્યોને બોલવાની મંજૂરી આપશે. શ્રી બિરલાએ ઉમેર્યું કે, પ્રશ્નકાળ...

ફેબ્રુવારી 3, 2025 9:41 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 9:41 એ એમ (AM)

views 4

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ રજૂ કરાશે

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે. વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ - જેપીસી નો અહેવાલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. જેપીસી ના અધ્યક્ષ જગદંબિકા પાલ ભાજપના સાંસદ સંજય જયસ્વાલ સાથે મળીને રિપોર્ટ રજૂ કરશે. તેઓ સંયુક્ત સમિતિ સમક્ષ આપેલા પુરાવાઓનો રેકોર્ડ પણ રજૂ કરશે. આ રિપોર્ટ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો છે. જેપીસીએ 29 જાન્યુઆરીએ વક્ફ સુધારા બિલમાં સુધારો કરીને ડ્...

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 4

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 37

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ. જેપીસી એ ચોક્કસ વિષય અથવા વિધેયકની સંપૂર્ણ તપાસ કરવા માટે સંસદ દ્વારા સ્થપાયેલી એડહોક સમિતિ છે. તેમાં બંને ગૃહો તેમજ શાસક અને વિરોધ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે. જો કે, જેપીસીના સભ્યોની સંખ્યા અને રચના મર્યાદિત નથી....

ડિસેમ્બર 17, 2024 9:30 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:30 એ એમ (AM)

views 27

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરાશે

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ રજૂ કરશે. બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે. તાજેતરમાં સરકારે દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર વિચાર કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યો હતો. આ કાયદો બન્યા બાદ તેન...

ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM)

views 3

આજે લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા રજૂ કરાશે

લોકસભામાં આજે “એક દેશ એક ચૂંટણી” સંબંધિત 2 ખરડા રજૂ કરાશે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં જ સરકારે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરવા માટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર માટે નિમાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણો સ્વીકારી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકોની સાથે વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો. “એક દેશ એક ચૂંટણી”ના સિ...

ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM)

views 5

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા ફરી શરૂ

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષ અંગેની ખાસ ચર્ચા આજે પણ જારી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ દેશના બંધારણની રચનામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનની વિગતો આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશને આઝાદી મળ્યા બાદ દરેક નાગરિકને સમાન અધિકાર મળે એ બાબત સુનિશ્વિત કરવામાં આવી રહી છે. બંધારણની આ ભાવનાને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સબ કા સાથ સબ કા વિકાસ મંત્રને અપનાવી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે, દેશના છ લઘુમતી સમુદાયો માટે કલ્યાણ યો...

ડિસેમ્બર 14, 2024 1:04 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:04 પી એમ(PM)

views 6

લોકસભામાં સોમવારે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરાશે

લોકસભામાં સોમવારે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ નીચલા ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં, સરકારે એક દેશ, એક ચૂંટણીના વિચારની શોધ માટે રચાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણોને સ્વીકારી છે, જેનાથી સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તે...