માર્ચ 16, 2025 7:16 પી એમ(PM) માર્ચ 16, 2025 7:16 પી એમ(PM)

views 7

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે. દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને અમરેલીમાં નોંધાયું છે. જ્યારે ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢના કેશોદ, બનાસકાંઠાના ડીસા અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો 30થી 36ની વચ્ચે નોંધાયાના અહેવાલ છે.

જાન્યુઆરી 30, 2025 3:38 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:38 પી એમ(PM)

views 5

રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે

રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ દિવસો દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેશે. હાલમાં રાજ્યમાં સૌથી ઓછું 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન જુનાગઢના કેશોદ અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે. જ્યારે ભાવનગરના મહુવા અને ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ, તેમજ કચ્છના નલિયા, કંડલા બંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. દેવભૂમિદ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, જિલ્લામાં સવારથી...

જાન્યુઆરી 17, 2025 6:18 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:18 પી એમ(PM)

views 5

આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીમાંથી આંશિક રાહત મળશે

આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીમાંથી આંશિક રાહત મળશે. હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે પરંતુ પવનની ગતિ હજુ પણ ઝડપી રહેશે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય 4 મહાનગરમાં લઘુત્તમ તાપમાન માં 1-2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. અમદાવાદમાં 13.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

નવેમ્બર 17, 2024 8:17 એ એમ (AM) નવેમ્બર 17, 2024 8:17 એ એમ (AM)

views 5

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સીયસથી ઓછું રહ્યું હતું. સૌથી ઓછું 15.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું હતું. જયારે અમરેલી, પોરબંદરમાં 16.5, નલીયા, વડોદરામાં 17.5 અને નર્મદા તથા ડીસામાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હાલમાં પવનની ઉત્તર- પૂર્વ દિશા છે, જે આગામી સમયમાં બદલાતા ઠંડીમાં વધારો થશ...

નવેમ્બર 3, 2024 7:23 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:23 પી એમ(PM)

views 2

નવા વર્ષની શરૂઆતથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થતાં શિયાળાની શરૂઆત જોવા મળી રહી છે.

નવા વર્ષની શરૂઆતથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થતાં શિયાળાની શરૂઆત જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 36.9 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જયારે લઘુતમ તાપમાન 22 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું છે. ગાંધીનગરમાં 18.6 ડીગ્રી સે...