ફેબ્રુવારી 20, 2025 3:38 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:38 પી એમ(PM)

views 5

ભારતીય જનતા પાર્ટીનાં નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં

ભારતીય જનતા પાર્ટીનાં નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ગઈકાલે દિલ્હી ભાજપની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ ગઈકાલે રાજ નિવાસ ખાતે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને મળ્યાં હતાં અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ઉપરાજ્યપાલે તેમનો દાવો સ્વીકાર્યો અને તેમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. શ્રીમતી ગુપ્તાએ સોશિયલ મીડિયા સંદેશમાં પા...