ફેબ્રુવારી 9, 2025 8:25 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:25 એ એમ (AM)
5
ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાષ્ટ્રીય રમતોત્સવમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગઈકાલે રાજ્યની જેણા રાજાએ સુવર્ણ અને તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યા છે.
ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાષ્ટ્રીય રમતોત્સવમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગઈકાલે રાજ્યની જેણા રાજાએ સુવર્ણ અને તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ટેકવેન્ડોમાં મહિલા અંડર 53 કિલો વજન વર્ગમાં રાજ્યની જેણા રાજાએ સુવર્ણ તથા અંડર 80 કિલો વજન વર્ગમાં તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, ચાર રજત અને 12 કાંસ્ય મળી કુલ 19 ચંદ્રકો જીત્યા છે.