ઓક્ટોબર 17, 2024 7:38 પી એમ(PM)

views 20

ભારત અને મલાવી સુમેળભર્યા તથા મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, ભારત અને મલાવી સુમેળભર્યા અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. આજે સાંજે મલાવીના લિલોંગવેમાં ભારત-મલાવી વેપાર સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે, 1964માં સ્વતંત્રતા મળ્યા બાદ મલાવી સાથે રાજદ્વારી સંબંધો સ્થાપનારા પ્રારંભિક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત હાલમાં મલાવીને ચોથો મોટો વ્યાપાર ભાગીદાર છે અને ભારત પણ મલાવીમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશોમાંનો એક છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત અને મલાવી સાથે મળીને અનેક ક્ષેત્...

ઓક્ટોબર 17, 2024 2:18 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના પ્રવાસ માટે મલાવી પહોંચ્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 3 દિવસના પ્રવાસે મલાવી પહોંચ્યાં છે. ત્યાં તેઓ મલાવીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને ભારતીય સમુદાયને પણ મળશે. રાષ્ટ્રપતિ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.

ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM)

views 24

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે. રાષ્ટ્રપતિએ ભારત અને અલ્જેરિયા વચ્ચેને સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ સ્તરની નેતાઓ અને પ્રતિનિધિમંડળની સાથે વિવિધ દ્વિપક્ષી બેઠક યોજી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, ‘મૉરિટાનિયાના એક દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મૉરિટાનિયાના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ આઉલ્દ ગઝૌઆની અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠક તેમજ મૉરિટાનિયામાં ભારતીય સ...

ઓક્ટોબર 15, 2024 10:48 એ એમ (AM)

views 24

રાષ્ટ્રપતિ મૂર્મુંએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું છે. અલ્જિરીયાની રાજધાની અલ્જીયર્સમાં અલ્જિરીયા- ભારત આર્થિક મંચને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમણે દ્વિપક્ષી ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ સહયોગના એક નવા યુગની દિશામાં નવી ગતિ પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જિરીયા, મૉરિટાનિયા અને મલાવીના પ્રવાસ અંતર્ગત અલ્જીયર્સમાં છે. આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મૉરિટાનિયા માટે રવાના થશે. છેલ્લા તબક્કામાં...

ઓક્ટોબર 14, 2024 10:57 એ એમ (AM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અલજીરિયા પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલજીરિયા, મૉરિટાનિયા અને મલાવીનાં એક સપ્તાહના પ્રવાસના પહેલા તબક્કામાં ગત સાંજે અલજીરિયાની રાજધાની અલજીયર્સ પહોંચ્યાં છે. આજે તેઓ અલજીરિયાના રાષ્ટ્રપ્રમુખને મળશે. તેમજ બંને દેશના સંબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે અલજીરિયાના મુખ્ય નેતાઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષી બેઠક કરશે. આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ મૂર્મું 16મી ઑક્ટોબરે મૉરિટાનિયા જશે અને છેલ્લા તબક્કા હેઠળ 17થી 19ઑક્ટોબર સુધી મલાવી પહોંચશે. મૉરિટાનિયા અને મલાવીના નેતાઓની સાથે સંવાદ ઉપરાંત વેપાર અ...

ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન, વિવિધ દ્વિપક્ષીય બેઠકો કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, તેઓ અલ્જેરિયા જશે. મુલાકાત દરમિયાન તેઓ અલ્જેરિયાના પ્રમુખ અબ્દેલ માદજીદ ટેબ્બોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મુ ભારત-અલ્જીરિયા આર...

ઓક્ટોબર 4, 2024 7:51 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણને પગલે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણને પગલે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન ડૉક્ટર મુઇઝુ દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજશે. એક નિવેદનમાં, માલેમાં રાષ્ટ્રપતિ કાર્યાલયે બંને રાષ્ટ્રો વચ્ચેના સહકારને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો અને સ્વીકાર્યું કે માલદીવના વિકાસ માટે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે. માલદીવના રાષ્ટ્રપતિ વેપાર ઉ...

ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM)

views 44

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી રાજસ્થાનના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ રાજસ્થાનના પ્રવાસે પહોંચશે. દરમિયાન તેઓ ઉદયપુરમાં મોહનલાલ સુખાડિયા વિશ્વવિદ્યાલયના 32મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાનારા વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મૂ રાજ્ય સરકાર દ્વારા યોજાનારા આદિ ગૌરવ સન્માન સમારોહમાં પણ સહભાગી થશે.

સપ્ટેમ્બર 26, 2024 9:14 એ એમ (AM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બેઝ કેમ્પમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.

સપ્ટેમ્બર 20, 2024 2:30 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાંચીમાં નમકુમ ખાતે ICAR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેકન્ડરી એગ્રીકલ્ચર (NISA) ની શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપસ્થિત રહ્યાં હતાં.