ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM) ઓક્ટોબર 13, 2024 11:55 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન, વિવિધ દ્વિપક્ષીય બેઠકો કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, તેઓ અલ્જેરિયા જશે. મુલાકાત દરમિયાન તેઓ અલ્જેરિયાના પ્રમુખ અબ્દેલ માદજીદ ટેબ્બોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મુ ભારત-અલ્જીરિયા આર...

ઓક્ટોબર 12, 2024 8:44 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 8:44 એ એમ (AM)

views 2

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી – રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નાગરિકોને વિજ્યાદશમીની શુભેચ્છાઓ પાઠવી.

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી અને દુર્ગા પૂજાના બીજા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે આ તહેવાર અન્યાય પર ન્યાયની જીતનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ગૌરવ, કર્તવ્ય પ્રત્યે અડગતા, સદાચાર, નમ્રતા અને ન્યાય માટે સંઘર્ષના આ તહેવાર સાથે ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ જોડાયેલી છે. રાષ્ટ્રપતિએ શુભેચ...

ઓક્ટોબર 8, 2024 2:06 પી એમ(PM) ઓક્ટોબર 8, 2024 2:06 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022ના 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટેનાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.આ પ્રસંગે, સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.રિષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કન્તારામાં ઉત્તમઅભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.તામિલ ફિલ્મ થિરુચિત્રામ્બલમ માટે નિત્યા મેનન અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે.સંગીતમાં અરિજીત સિંહ શ્રેષ...

ઓક્ટોબર 4, 2024 1:53 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 1:53 પી એમ(PM)

views 2

આધ્યાત્મિકતાનો અર્થ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી પોતાના વ્યવહાર અને વિચારોમાં શુદ્ધતા લાવવી તેવો છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ‘આધ્યાત્મિકતાનો અર્થ ધાર્મિક થવું અથવા સાંસારિક કાર્યોનો ત્યાગ કરવાનો નથી, પરંતુ આધ્યાત્મિકતાનો અર્થ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી પોતાના વ્યવહાર અને વિચારોમાં શુદ્ધતા લાવવી તેવો છે. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરિય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત “સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા” વિષયવસ્તુ પર વૈશ્વિક સંમેલનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આજે વિશ્વમાં અનેક જગ્યાએ અશાંતિનું વાતાવરણ છે. માનવીય મૂલ્ય જોખમમાં છે. આવા સમયે શાંતિ અને એ...

ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 9:18 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી રાજસ્થાનના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ રાજસ્થાનના પ્રવાસે પહોંચશે. દરમિયાન તેઓ ઉદયપુરમાં મોહનલાલ સુખાડિયા વિશ્વવિદ્યાલયના 32મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાનારા વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મૂ રાજ્ય સરકાર દ્વારા યોજાનારા આદિ ગૌરવ સન્માન સમારોહમાં પણ સહભાગી થશે.

સપ્ટેમ્બર 26, 2024 2:28 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 2:28 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે. તેઓ અહીં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. અમારા આકાશવાણી લેહ સંવાદદાતાના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિની સિયાચીનની આ પ્રથમ અને લદ્દાખની બીજી મુલાકાત છે. ઓક્ટોબર 2023માં તેમની મુલાકાત ખરાબ હવામાનને કારણે રદ થઈ હતી. રાષ્ટ્રપતિનું સ્વાગત ઉપરાજ્યપાલ ડૉ. બી.ડી. મિશ્રા, મુખ્ય કાર્યકારી કાઉન્સિલર દ્વારા કરવામાં આવશે. કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચીન ગ્લેશિયર એ વિશ્વનો સૌથી વધુ સૈન્ય કબજો ધરાવતો પ્રદેશ છે.

સપ્ટેમ્બર 26, 2024 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 9:14 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બેઝ કેમ્પમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.

સપ્ટેમ્બર 19, 2024 8:24 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:24 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, મહાકાલ, ઉજ્જૈન શહેરમાં સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા ચાલતી આવે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, મહાકાલ, ઉજ્જૈન શહેરમાં સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા ચાલતી આવે છે. આજે ઉજ્જૈનમાં સફાઇ મિત્ર સંમેલનને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાન રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ બની ગઈ છે અને તેનાંથી દેશમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે. સ્વચ્છ ભારત મિશનનાં લક્ષ્ય પૂરા કરવાનું આહવાન કરતા તેમણે આ મુજબ જણાવ્યુઃ રાજ્યની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉજ્જૈન-ઇન્દોર સિક્સ લેન હાઇવેનું વર્ચ્યુઅલ ભૂમિ પુજન પણ કર્યું હતું. મુખ્યમંત્રી ડોક્ટર મ...

સપ્ટેમ્બર 19, 2024 2:02 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 2:02 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈમિત્ર સંમેલનને સંબોધતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિએ પાંચ સફાઈકર્મીને સન્માનિત કર્યા હતા. આ પહેલાં સુશ્રી મુર્મૂએ ઉજ્જૈન—ઇન્દોર છ માર્ગીય રાજમાર્ગનું વર્ચ્યૂઅલ માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું. રાષ્ટ્રપતિએ ઉંમેર્યું, છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાન દેશવ્યાપી બની જતાં દેશમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. મધ્યપ્રદેશના અનેક શહેર ...

સપ્ટેમ્બર 17, 2024 2:56 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 2:56 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આઠમા ભારત જળ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન અમૃત સરોવરોનું નિર્માણ કરાયું તેમ જ અનેક જળાશયોને પુનઃર્જીવિત કરાયા હતા. સુશ્રી મુર્મૂએ કહ્યું, ભારતીય પ્રાચીન ગ્રંથોમાં હજારો વર્ષો પહેલા જળ સંરક્ષણનો ઉલ્લેખ છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આઠમા ભારત જળ સપ્તાહનો પ્રારંભ કરાવતા સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું. ચાર દિવસના આ કાર્યક્રમ દરમિયાન 40 વિવિધ દેશમાંથી 200 સહિત લગભગ ચાર હજાર પ્રતિનિધિ ભાગ લેશે અને પ્રદર્શન દરમિયાન 100થી વધુ પ્રદર્શક અને સ્ટાર્ટઅપ્સ પાણીક્ષેત્ર...