જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM) જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM)
7
નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ
નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી દરમિયાન દીવાઓ સાથે 'નવું વર્ષ 2025 મંગલમય' લખી...