જાન્યુઆરી 31, 2025 2:42 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 2:42 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રનો આરંભ થયો

સંસદના બજેટ સંત્રનો આજે સવારે 11 વાગે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આરંભ થયો છે. રાષ્ટ્રપતિએ સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે, તેમની સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશભરમાં 3 કરોડ વધારાના પરિવારોને નવા ઘરો પૂરા પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 5 કરોડ આદ...

જાન્યુઆરી 31, 2025 2:39 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 2:39 પી એમ(PM)

views 3

સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કાર્યરત : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની સરકારે યુવાનોના શિક્ષણ અને રોજગારની નવી તકો ઉભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉમેર્યું કે, દેશની ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ અપાશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પ્રણાલી પૂરી પાડવામાં આવી રહી છે. મહિલા સશક્તિકરણ અંગે તેમણે કહ્યું કે, સરકાર મહિલા-નેતૃત્વ વિકાસના વિઝન સાથે કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યુ હતું કે , બેંકિંગ અને ડિજી પેમેન્ટ સખીઓ નાણાકીય સમાવેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી...

જાન્યુઆરી 26, 2025 9:08 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 9:08 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે. આ પુરસ્કાર કોસ્ટ ગાર્ડના કર્મચારીઓની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને પ્રશંસનીય સેવાને બિરદાવે છે. રાષ્ટ્રપતિએ વિશિષ્ટ સેવા અને અદમ્ય હિંમત માટે 58 ઉલ્લેખિત પુરસ્કારોને પણ મંજૂરી આપી છે. જેમાં સશસ્ત્ર દળોના કર્મચારીઓને મરણોત્તર એનાયત કરાયેલા ચાર પુરસ્કારોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારતીય સેનાના 55 સશસ્ત્ર દળોના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી 26, 2025 8:56 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 8:56 એ એમ (AM)

views 6

પ્રજાસત્તાક દિવસની પૂર્વે સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરાઈ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, સંસદમાં રજૂ થયેલું એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાતિત કરાયું છે. તેમણે કહ્યું, આ યોજના શાસનમાં સાતત્યને પ્રોત્સાહન આપે છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું. શ્રીમતી મુર્મૂએ કહ્યું, વંચિત વર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોની મદદ માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે. સંબોધનમાં બંધારણ સભામાં સામેલ સરોજિની નાયડુ, રાજકુમારી અમૃત કૌર, સૂચેતા કૃપલાની, હંસાબ...

જાન્યુઆરી 17, 2025 2:15 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:15 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડી. ગુકેશ, મનુ ભાકર સહિતના ખેલાડીઓને મૅજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કર્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા હતા. વિશ્વ ચેસ વિજેતા ડી. ગુકેશ, પેરિસ ઑલિમ્પિક્સમાં 2 ચંદ્રક જીતનારાં મનુ ભાકર, પુરુષ હૉકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહ અને પેરિસ ઑલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવિણ કુમારને પ્રતિષ્ઠિત મૅજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પુરસ્કાર છેલ્લા ચાર વર્ષમાં ખેલાડીઓના ભવ્ય અને સર્વોચ્ચ નોંધપાત્ર રમતગમત પ્રદર્શન માટે અપાય છે. પૅરા નિશાનેબાજ કૉચ સુભાષ રાણા, નિશાનેબાજ કૉચ દિપા...

જાન્યુઆરી 10, 2025 7:24 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:24 પી એમ(PM)

views 4

ભારતીય પ્રવાસીઓ વિશ્વ સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારતીય પ્રવાસી સમુદાય વિશ્વ સમુદાય સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય પ્રવાસી સમુદાયે દવા અને ટેકનોલોજી સહિત તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આજે ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું. આ અગાઉ રાષ્ટ્રપતિએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ કેટલાક પ્રવાસી ભારતીયો NRI ને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત પણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ ...

જાન્યુઆરી 9, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:23 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પોતાનાં ગૃહરાજ્ય ઓડિશાનાં 2 દિવસના પ્રવાસે આજે ભુવનેશ્વર પહોંચ્યાં છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પોતાનાં ગૃહરાજ્ય ઓડિશાનાં 2 દિવસના પ્રવાસે આજે ભુવનેશ્વર પહોંચ્યાં છે. બીજુ પટનાયક આંતર-રાષ્ટ્રીય હવાઈમથક પર રાષ્ટ્રપતિનું ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિશ્રી આવતીકાલે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ભારત સરકાર અને ઓડિશા સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સંમેલનમાં અંદાજે 75 દેશના 6 હજાર જેટલા પ્રવાસી ભારતીય ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોમાં ઉત્...

જાન્યુઆરી 9, 2025 2:45 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:45 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે.તેઓ મેઘાલયના ઉમિયમમાં આઈ.સી.એ અને સંશોધન સંકૂલના સુવર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે.તેઓ મેઘાલયના ઉમિયમમાં આઈ.સી.એ અને સંશોધન સંકૂલના સુવર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં જોડાશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરશે.

જાન્યુઆરી 7, 2025 9:56 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 9:56 એ એમ (AM)

views 1

સરકાર અનુસૂચિત જનજાતિ સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કામ કરી રહી છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, સરકાર અનુસૂચિત જનજાતિ સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કામ કરી રહી છે. ગઇકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ રાજ્યોની પંચાયતી રાજ સંસ્થાઓની અનુસૂચિત જનજાતિની મહિલા પ્રતિનિધિઓને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે, પંચાયતી રાજ સંસ્થાઓ ભારતીય લોકશાહીનો પાયો છે. તેમણે કહ્યું કે, તેઓ પાયાના સ્તરે શાસન અને સમુદાયના વિકાસ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, આ સંસ્થાઓએ મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. લગભગ 14 લાખ મહ...

જાન્યુઆરી 3, 2025 2:19 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 2:19 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુના નિમ્હાન્સ ખાતે મનોચિકિત્સા બ્લોક અને સેન્ટ્રલ લેબોરેટરી સંકુલનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુમાં નિમ્હાન્સના સુવર્ણ જયંતીની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ નવા મનોચિકિત્સા બ્લોક, સેન્ટ્રલ લેબોરેટરી સંકુલ અને હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ રાષ્ટ્રપતિ ઉત્તર કર્ણાટકના બેલગાવીમાં એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે.આ પ્રસંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા,પ્રહલાદ જોશી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.