જૂન 27, 2025 1:51 પી એમ(PM) જૂન 27, 2025 1:51 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ પુરી રથયાત્રા પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ પુરી રથયાત્રા પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે લાખો ભક્તો ભગવાન બલભદ્ર, ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્શનની ભવ્ય રથ પર બેઠેલી મૂર્તિઓના દર્શન કરીને દિવ્ય અનુભવ મેળવશે. તેમણે કહ્યું કે આ દિવ્ય સ્વરૂપોની માનવ દિવ્ય લીલા આ યાત્રાની વિશેષતા છે. આ શુભ પ્રસંગે રાષ્ટ્રપતિએ ભગવાન જગન્નાથને વિશ્વભરમાં શાંતિ, મિત્રતા અને સંવાદિતા માટે પ્રાર્થના કરી. દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે તમ...

માર્ચ 12, 2025 1:50 પી એમ(PM) માર્ચ 12, 2025 1:50 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સમાવેશી અને ટકાઉ વિકાસ માટે સમાજના વંચિત અને પછાત વર્ગોના ઉત્થાન પર ભાર મૂક્યો હતો. ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વિદ્યાર્થીઓમાં સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમની ભાવના જરૂરી છે. વિદ્યાર્થીઓને અભિનંદન આપતા તેમણે કહ્યું, વિદ્યાર્થીઓએ સકારાત્મક માનસિકતા રાખવી જોઈએ અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા ઉભરતી ટેકનોલોજીઓથી પરિચિત રહેવું જોઈએ. રાષ્ટ્રપતિએ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી. ડૉ. આર.જે. હંસ-ગ...

ફેબ્રુવારી 27, 2025 1:56 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 1:56 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગઇકાલથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સવારે મુર્મૂએ નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ અગાઉ સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત નૃત્ય દ્વારા મુર્મૂનું સ્વાગત કર્યું હતું.દરમિયાન મુર્મૂને પ્રદર્શન કક્ષની મુલાકાત દરમિયાન લોહપુરુષ સરદાર પટેલના સંઘર્ષ અને યોગદાનની વિગત અપાઈ હતી.આ ઉપરાંત રાષ્ટ્રપતિએ વ્યૂઈંગ ગૅલરીમાંથી સરદાર સરોવર, નર્મદા બંધ અને વિધ્યાંચલ-સાતપુડા...

ફેબ્રુવારી 26, 2025 8:35 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:35 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામ ખાતે સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ, પ્રસિધ્ધ ક્રિકેટરો, કલાકારો સહિતનાં મહાનુભાવો પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ આજથી ચાર દિવસ ગુજરાતનાં પ્રવાસે આવશે. સુશ્રી મુર્મૂ આજે સાંજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે. અહી પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સુશ્રી મુર્મૂનું સ્વાગત કરાશે. તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વ્યૂઈંગ ગૅલેરી, પ્રદર્શનકક્ષ, લાઈટ ઍન્ડ સાઉન્ડ શૉ ...

ફેબ્રુવારી 26, 2025 8:10 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:10 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ રાજ્યનાં પ્રવાસે આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ રાજ્યનાં પ્રવાસે આવશે. સુશ્રી મુર્મૂ આજે સાંજે નર્મદા એકતાનગરના હેલિપેડ ખાતેથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે. ત્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વૉલ ઑફ યુનિટી ખાતે સુશ્રી મુર્મૂનું સ્વાગત કરાશે. દરમિયાન તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વ્યૂઈંગ ગૅલરી, પદપૂજા, પ્રદર્શનકક્ષ, લાઈટ ઍન્ડ સાઉન્ડ શૉ નીહાળશે. ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં પણ સહભાગી થશે. સુશ્રી મુર્મૂ આવતીકાલે એકતાનગરમાં આવેલા આરોગ્યવન, મિયાવાકી ફૉરેસ્ટ, જંગલ સફારી, સરદાર સરોવ...

ફેબ્રુવારી 25, 2025 2:05 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 2:05 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ રાજ્યનાં દિવસના પ્રવાસે 5 જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ રાજ્યનાં 5 દિવસના પ્રવાસે જશે. તેઓ પહેલી માર્ચ સુધી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતનાં પ્રવાસે રહેશે. આજે મુર્મૂ બિહારમાં પટના મૅડિકલ કૉલેજના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે.આવતીકાલે મુર્મૂ મધ્યપ્રદેશમાં છતરપુરનાં ગઢામાં બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા યોજાનારા સામૂહિક વિવાહ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આવતીકાલે જ તેઓ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને કેવડિયામાં નર્મદા આરતીમાં પણ જોડાશે. મુર્મૂ 27 ફેબ્રુઆરીએ કેવડિયામાં એકતા ક...

ફેબ્રુવારી 23, 2025 2:24 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:24 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સ્વામી દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સ્વામી દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રપતિએ જણાવ્યું, સ્વામી દયાનંદજીએ શિક્ષણ અને સામાજિક સુધારણા કાર્યક્રમના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને ભારતીય પુન:જાગરણના મુખ્યસ્તંભ ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું, તેમના ઉપદેશ હંમેશા સુસંગત રહેશે.સુશ્રી મુર્મૂએ નાગરિકોને સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારમાંથી પ્રેરણા લઈ ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં આગળ વધવાની પણ અપીલ કરી ...

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 87

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને...

ફેબ્રુવારી 16, 2025 9:15 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:15 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોનની ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. દરમિયાન રાષ્ટ્રપતિએ ગઇકાલે રાંચી ખાતે (BIT) ના અમૃત મહોત્સવ સંબોધતા કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં યુવાનોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું.

ફેબ્રુવારી 11, 2025 7:42 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:42 પી એમ(PM)

views 4

યુનાની પદ્ધતિમાં શિક્ષણ, સંશોધન, આરોગ્ય અને દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું અગ્રણી સ્થાન :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે આજે ભારત યુનાની પદ્ધતિમાં શિક્ષણ, સંશોધન, આરોગ્ય સંભાળ અને દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રણી સ્થાન ધરાવે છે. નવી દિલ્હીમાં યુનાની દિવસ પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા શ્રી મૂર્મુએ કહ્યું કે, આજે યુનાન એટલે કે ગ્રીસ અને મધ્ય એશિયાના દેશોમાં યુનાની દવા પદ્ધતિનો એટલો ઉપયોગ થતો નથી જેટલો ભારતમાં થાય છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે યુનાની પદ્ધતિ સાથે સંકળાયેલા સંશોધકો અને પ્રેક્ટિશનરો આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીના ઉપયોગી પાસાઓ અપનાવી રહ્યા છે. આ પ...