સપ્ટેમ્બર 2, 2024 7:27 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 7:27 પી એમ(PM)
12
રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે ધોવાઇ ગયેલ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં
રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક માર્ગો ધોવાઇ ગયા હતા. જેને કારણે નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી હતી..જેને કારણે યુધ્ધના ધોરણે માર્ગોના મરામતનું કામકાજ કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયા હતા. આ આદેશ બાદ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે.. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓમાંથી 56 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના...