ડિસેમ્બર 19, 2024 7:54 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:54 પી એમ(PM)

views 4

રાજ્ય સરકાર દ્વારા મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના કુલ પાંચ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના કુલ પાંચ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, 22.40 કિલોમીટરના પેથાપુર-નારદીપુર-ખેરવા માટે 27 કરોડ 75 લાખ રૂપિયા, 31.85 કિલોમીટરના જામનગર-લાલપુર-વેરાદ માટે 18 કરોડ 2 લાખ રૂપિયા, 24 કિલોમીટરના નડિયાદ-પેટલાદ-ખંભાત માટે 23 કરોડ 45 લાખ રૂપિયા, 20.45 કિલોમીટરના ચિખલી-ધરમપુર રસ્તા માટે 19 કરોડ 98 લાખ રૂપિયા અને 43.50 કિલોમીટરના ભુજ-મુન્દ્રા માટે 42 કરોડ 51 લાખ રૂપિયાની ફાળવણીને મંજ...

ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM) ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM)

views 10

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થ...

ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 7:32 પી એમ(PM)

views 5

રાજ્ય સરકાર આગામી સમયમાં 21 હજાર જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનોની ભરતી કરશે

રાજ્ય સરકાર આગામી સમયમાં અંદાજે 21 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરી દિવ્યાંગજનોને રોજગારી આપશે. હાલ રાજ્યમાં સાત હજાર જેટલી જગ્યાઓ પર દિવ્યાંગજનો સેવા આપી રહ્યા છે. ગાંધીનગર ખાતે “આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ”ની ઉજવણીમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર-સચિવ મોહમ્મદ શહીદે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દિવ્યાંગજનો માટે હંમેશા નવી યોજનાઓ લાવી રહી છે. તેમણે ઉંમેર્યું કે, ‘દિવ્યાંગજનોને ઉપયોગી થવાનું શ્રેષ્ઠ સ...

નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 11

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા 1 હજાર 646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે  15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા 580 કર...

નવેમ્બર 16, 2024 7:10 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:10 પી એમ(PM)

views 7

રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે

રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેલાં માર્ગોના કામોને ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ માંડવીના કાણાઘાટ ગામે 23 કરોડ રૂપિયાના ખર્ચના ૧૦ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ વિકાસકામોમાં ૭ કરોડ રૂપિયાના ખર્ચે પીપલવાડા કરૂઠા રસ્તો, 18 લાખ રૂપિયાના ખર્ચે મગતરા એપ્રોચ રોડ, દોઢ કરોડ રૂપિયાના ખર્ચે પીપલવાણ એપ્રોચ રોડ સહિત આઠ માર્ગોના કામો તેમજ સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે દે...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 9

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

ઓક્ટોબર 17, 2024 4:13 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 4:13 પી એમ(PM)

views 7

રાજ્ય સરકારનાં કર્મચારીઓએ તેમનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી

ગઈકાલે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનાં વધારાની જાહેરાત બાદ હવે રાજ્ય સરકારનાં કર્મચારીઓએ પણ તેમનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ 50% થી વધારી 53% કરવાની રજૂઆત કરી છે.

ઓક્ટોબર 16, 2024 3:26 પી એમ(PM) ઓક્ટોબર 16, 2024 3:26 પી એમ(PM)

views 6

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની આગોતરી ચૂકવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની આગોતરી ચૂકવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાણા વિભાગને આપેલા નિર્દેશ અનુસાર સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સને ઑક્ટોબર માસનો પગાર 23 થી 25 તારીખ દરમિયાન ચૂકવવામાં આવશે.વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓ દ્વારા આ સંદર્ભે મળેલી રજૂઆતની પ્રતિસાદમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

ઓક્ટોબર 5, 2024 10:24 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:24 એ એમ (AM)

views 11

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી માટે દિશાનિર્દેશ જાહેર કરાયા

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી માટે દિશાનિર્દેશ જાહેર કરાયા હતા. નવ જેટલા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદ માર્ગે અને મકાન વિભાગ દ્વારા રાજ્ય અને મુખ્ય જિલ્લાના માર્ગો મળીને કુલ 102થી વધુ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતાં માર્ગો પર મેટલપેચથી મરામત કરવામાં આવી હતી. જ્યારે 94થી વધુ કિલોમીટરની લંબાઈ ધરાવતાં માર્ગોમાં ડામર પેચથી મરામત કરવામાં આવી હતી.

સપ્ટેમ્બર 6, 2024 8:19 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 8:19 એ એમ (AM)

views 5

પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવાતી ફી 300 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો.

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવાતી ફી 300 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. પાટણ ખાતે સેક્સડ સીમેન પ્રયોગશાળામાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ 710 રૂપિયા જેટલો છે.