ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 7

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 18, 2025 6:14 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:14 પી એમ(PM)

views 11

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ખરીદી માટે આજથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની શરૂઆત કરાઇ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ખરીદી માટે આજથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની શરૂઆત કરાઇ છે. આ માટે 14 માર્ચથી રાજ્યના તમામ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉત્પાદનના પોષણ ક્ષમ ભાવ મળી રહે તે હેતુથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન કરાયું છે. જેમાં 2024-25ના વર્ષ માં ચણાના પાક માટે 5 હજાર 650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે 5 હજાર 950 ...

ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM)

views 15

આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજથી 9 માર્ચ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, એમ સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. વર્ષ 2024-25ની સિઝનમાં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયા અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 950 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM)

views 47

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટ-અપ્સ ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપને લઈને કોઈપણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર મદદરૂપ બની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે....

જાન્યુઆરી 31, 2025 3:06 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 3:06 પી એમ(PM)

views 17

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે પંચાયત દ્વારા ગ્રામજનોને 67 પ્રકારનાં પ્રમાણપત્ર 20 રૂપિયામાં આપવામાં આવશે. ગ્રામજનોને ગામડામાં જ ક્રિમિલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિફિકેટ મળી જશે. આ માટે તાલુકા-જિલ્લા કક્ષાએ ધક્કો નહીં ખાવો પડે. આ માટે નાગરિકોએ ઇ-ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે અને પછી આ ફોર્મ જે તે તાલુકા કક્ષાના અધિકારીઓને સબમિટ થશે અને પછી તેમની સહી થઇને પરત આવતા નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે આ યોજના મારફત ગ્...

જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 4

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF, અગ્નિશમન દળના સહયોગથી મોકડ્રીલનું પણ આયોજન કરાશે. દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ, 108 ઇમરજન્સી એમ્બુલૅન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 5

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM)

views 10

ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા LEADS 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા હતા. રાજ્યએ LEADS સૂચકાંકમાં વર્ષ 2018, 2019 અને 2021માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી મંત્રાલય દ્વારા રાજ્યો...

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 10

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તતિઓ રજૂ કરવામાં આવશે તથા ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી શ્રેષ્ઠ ત્રણ શાળા, મહાનગરપાલિકા તથા જિલ્લાઓનું સન્માન કરવામાં આવશે.

ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM)

views 20

ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.