માર્ચ 28, 2025 6:22 પી એમ(PM) માર્ચ 28, 2025 6:22 પી એમ(PM)

views 17

રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી

રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભા હવે 1 એપ્રિલે  સવારે 11 વાગ્યે મળશે. ખાનગી સભ્યોની કાર્યવાહી અને ખાસ ઉલ્લેખ પૂર્ણ કર્યા પછી, અધ્યક્ષે બેઠકને દિવસભર માટે સ્થગિત કરી હતી  

માર્ચ 26, 2025 6:30 પી એમ(PM) માર્ચ 26, 2025 6:30 પી એમ(PM)

views 7

રાજ્યસભામાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 વિચાર અને પસાર કરવા માટે રજૂ કરાયું

રાજ્યસભામાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 વિચાર અને પસાર કરવા માટે રજૂ કરાયું. આ ખરડામાં ભારતીય રિઝર્વ બૅન્ક અધિનિયમ 1934, બૅન્કિંગ નિયમન અધિનિયમ 1949, ભારતીય સ્ટેટ બૅન્ક અધિનિયમ 1955,બૅન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું સંપાદન અને સ્થળાંતર અધિનિયમ 1970 તેમ જ બૅન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું સંપાદન અને સ્થળાંતર અધિનિયમ 1980માં સુધારા કરવાની જોગવાઈ છે.આ ખરડાનો ઉદ્દેશ બૅન્ક ખાતામાં નૉમિની માટે વર્તમાન વિકલ્પોની સંખ્યા એકથી વધીને ચાર કરવાનો છે. ખરડામાં નિદેશક પદો માટે નોંધપાત્ર હિતને ફરીથી વ્યાખ્યાયિત કરવાની...

માર્ચ 21, 2025 7:16 પી એમ(PM) માર્ચ 21, 2025 7:16 પી એમ(PM)

views 21

સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે

સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે આ દેશો સાથે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સાથે, સરકારે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા માટે અનેક નીતિગત પહેલ કરી છે. વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે વિવિધ દેશોના બજારોમાં તેની પહોંચ વધારીને દ્વિપક્ષીય વેપારને વધારવાના ઉદ્દેશ્યથી મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કરવાની નીતિ પણ ...

ડિસેમ્બર 30, 2024 3:39 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 3:39 પી એમ(PM)

views 34

ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણામાં અભિયાન આદર્યું

ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણામાં અભિયાન આદર્યું છે. મહેસાણાના તોરણવાડી માતાજી ચોકમાં આજે સાંસદ દ્વારા સેફટી ગાર્ડ લગાવવાનું શરૂ કર્યું હતું.દ્વિચક્રી વાહનચાલકો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ અભિયાન શરૂ કરાયું હતું.ઉત્તરાયણ પર્વ સુધી સતત અભિયાન ચલાવાશે તેમ સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું.ઉત્તરાયણ પર્વ બાદ પણ દોરી એકઠી કરી તેનો નિકાલ કરાશે, તેમ તેમણે જાહેરાત કરી હતી.

ડિસેમ્બર 19, 2024 7:13 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:13 પી એમ(PM)

views 22

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વિરોધ પક્ષોએ અધ્યક્ષ વિરુદ્ધ પક્ષપાતી રીતે કામ કરવાનો આરોપ લગાવીને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. ઉપાધ્યક્ષે તેને અયોગ્ય, ગંભીર રીતે ખામીયુક્ત અને અધ્યક્ષ જગદીપ ધનખડની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરવા માટે ઉતાવળમાં રજૂ કરેલ ઠરાવ તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય બંધારણીય સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનો છે. આ મહિનાની 10મી તારીખે, ઓછામાં ઓછા 60 વિપક્ષી સભ્યોએ શ્રી ધનખડને તે...

ડિસેમ્બર 12, 2024 7:21 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:21 પી એમ(PM)

views 7

વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો દ્વારા વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવેલા આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોએ આજે રાજ્યસભાની કાર્યવાહીને ખોરવી નાખી

વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો દ્વારા વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવેલા આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોએ આજે રાજ્યસભાની કાર્યવાહીને ખોરવી નાખી હતી. જો કે ખાણા પહેલાના સત્ર દરમિયાન લોકસભામાં પણ વિક્ષેપ જોવા મળ્યો હતો, પરંતુ ખાણાના વિરામ બાદ લોકસભા સુચારૂ રૂપે ચાલી હતી.. ટ્રેઝરી બેન્ચે બંને ગૃહોમાં કોંગ્રેસના નેતાઓ અને યુએસ સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન વચ્ચેના કથિત સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમિયાન, વિરોધ પક્ષોએ સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગણી સાથે અદાણી જૂથ સામે લાંચના આરોપો પર વિરોધ કર્યો.

ડિસેમ્બર 12, 2024 1:58 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 1:58 પી એમ(PM)

views 11

વિવિધ મુદ્દાઓ અંગે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

વિવિધ મુદ્દાઓ અંગે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ જગદીપ ધનખડે વિરોધ પક્ષો દ્વારા આપવામાં આવેલી સ્થગિત નોટિસને ફગાવી દીધી હતી. જેથી વિરોધ પક્ષોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહના નેતા જેપી નડ્ડાએ આ અંગે કહ્યું હતું કે, અધ્યક્ષના નિર્ણય પર પ્રશ્ન કે ટીકા કરી શકાય નહીં. આ સાથે તેમણે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદ યોજીને અધ્યક્ષને પ્રશ્ન કરવાની ટીકા કરતાં કોંગ્રેસ પર...

ડિસેમ્બર 6, 2024 2:05 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:05 પી એમ(PM)

views 29

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુસિંઘવીની સીટ પરથી ચલણી નોટોનું બંડલ મળી આવતા સભાપતિએ તપાસનો આદેશ આપ્યો

એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચનાં આક્ષેપો તથા અન્ય મુદ્દે વિરોધ પક્ષોએ શોરબકોર કરતાં આજે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. ગૃહ ફરી મળ્યું ત્યારે પણ વિરોધ પક્ષોના શોરબકોરના પગલે અધ્યક્ષે કાર્યવાહી સોમવાર પર મુલતવી રાખી હતી. આજે સવારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ સહિતનાં વિરોધ પક્ષોએ ઘોંઘાટ કર્યો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને પ્રશ્નકાળ ચાલવા દેવા વિનંતી કરી હતી પણ વિરોધ પક્ષના સાંસદોએ કાર્યવાહી ન ચાલવી દીધી. દરમિયાન, ગઈ કાલે રાજ્યસભામાંથી ચલણી નોટોનું બંડલ મળી આવ...

ઓગસ્ટ 5, 2024 2:42 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:42 પી એમ(PM)

views 57

આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કેટલાક સાંસદોએ જાહેર મહત્વના વિવિધ મુદ્દા ઉઠાવ્યા

આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કેટલાક સાંસદોએ જાહેર મહત્વના વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા. ભાજપના સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે સરકારે બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવતા પર પ્રાંતિય મજૂરોના મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક રચના સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને રાજ્યની લોકશાહી, અખંડિતતા અને આંતરિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા ઉભી કરી છે. ઉત્તરપ્રદેશના બીજેપીના દર્શના સિંહે ખુલ્લા બોરવેલના કારણે થતા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણીએ કહ્યું કે ખાસ કરીન...

જુલાઇ 22, 2024 7:32 પી એમ(PM) જુલાઇ 22, 2024 7:32 પી એમ(PM)

views 5

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. હવે, આવતી કાલે લોકસભામાં સામાન્ય બજેટની રજૂઆત પૂર્ણ થાય તેનાં એક કલાક બાદ ગૃહ પુનઃ મળશે. અગાઉ, ઉપલા ગૃહમાં કેટલાંક સભ્યોએ જાહેર હિત અંગેનાં મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગૃહમાં પ્રશ્નકાળ અને શૂન્ય કાળ પણ હાથ ધરવામાં આવ્યો હતો કાવડ યાત્રાના માર્ગમાં આવતી રેસ્ટોરાંનાં માલિકોનાં નામ પ્રદર્શિત કરવાનાં ઉત્તરપ્રદેશ સરકારનાં આદેશ મુદ્દે ગૃહ મોકૂફ રાખવા કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને ટીએમસીએ રજૂ કરેલી નોટિસને સભાપતિ જગદીપ ધનખડે ફગાવી દીધી હતી.