માર્ચ 17, 2025 7:05 પી એમ(PM)

views 19

ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગથી કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી

ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગથી કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસના 100 કલાકના એક્શન પ્લાનની કાર્યવાહી અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, તમામ પોલીસ કમિશનર રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા જોડાયા હતા.

માર્ચ 17, 2025 6:49 પી એમ(PM)

views 11

સરકારે 2014 થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો

રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે કહ્યું છે કે સરકારે 2014 થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, શ્રીનાઈકે જણાવ્યું હતું કે, સરકારે દેશને વીજળીની અછતમાંથી પૂરતી વીજળીમાં પરિવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે, વીજળીના વધારાવાળા પ્રદેશોમાંથી વીજળીની અછતવાળા પ્રદેશોમાં વીજળીના ટ્રાન્સફરને સરળ બનાવવા માટે એક મજબૂત રાષ્ટ્રીય ગ્રીડ સ્થાપિત કરાઇ છે. શ્રી નાઈકે જણાવ્યું હતું કે, સરકારે 2031-32 સુધીમાં વધારાની 80 હજાર મેગ...

જાન્યુઆરી 24, 2025 6:40 પી એમ(PM)

views 16

યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું સન્માન કર્યું

યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું સન્માન કર્યું હતું. બંને ટીમોએ તાજેતરમાં નવીદિલ્હીમાં આયોજિત પ્રથમ ખો ખો વિશ્વકપ જીત્યો હતો. શ્રીખડસેએ પુરૂષ અને મહિલા બંનેટીમોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ દેશની પરંપરાગત રમતની જીત છે. તેમણે આશાવ્યક્ત કરી કે ખો ખો ઓલિમ્પિક ગેમ્સમાં તેનું સ્થાન મેળવશે.

ડિસેમ્બર 30, 2024 7:41 પી એમ(PM)

views 15

સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી

સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેરમાં આગામી 45 દિવસ સુધી હેલમેટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ટુ વ્હીલર ચાલકો માટે ફરજીયાત હેલમેટના કાયદાનો સઘન અમલ કરાવવામાં આવશે. આ દરમિયાન શહેરની શાળાઓ, કોલેજો, ઔદ્યોગિક એકમો અને અન્ય સંસ્થાઓમાં હેલમેટ અંગે અભિયાન શરૂ કરવામાં આવશે. જો કે, દોઢ મહિના બાદ હેલમેટ ન પહેરનારા વાહન ચાલકો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની કરાશે તેમ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત કહ્ય...

ઓગસ્ટ 28, 2024 7:13 પી એમ(PM)

views 15

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આજવા સરોવર અને દેવ ડેમમાંથી આવેલા પાણીને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને શહેરના કેટલાંક વિસ્તારોમાં દસ ફૂટ જેટલું પાણી છે..જેને કારણે રાહત અને બચાવ માટે આર્મીની વધુ ત્રણ કુમુક, એનડીઆરએફ ટીમોની મદદ લેવાઇ છે.. ફસાયેલા લોકો માટે એક લાખ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે...

જુલાઇ 25, 2024 8:22 પી એમ(PM)

views 16

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીકિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોને વિઝામુક્તપ્રવેશ આપી રહ્યા છે

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોને વિઝામુક્તપ્રવેશ આપી રહ્યા છે. લેખિત જવાબમાં શ્રી સિંહે કહ્યું કે, 40 દેશ ભારતીય પાસપૉર્ટધારકોનેઆગમન થતાં જ વિઝા અને 47 દેશ ઈ-વિઝાની સુવિધા આપી રહ્યા છે. શ્રી સિંહે ઉંમેર્યું કે, કેન્દ્ર સરકાર એવા દેશોની સંખ્યાવધારવાના પ્રયાસ કરી રહી છે, જે વિશ્વભરમાં પ્રવાસને સરળ બનાવવા માટે ભારતીયોને વિઝામુક્ત પ્રવેશ, આગમન પર જ વિઝા અને ઈ-વિઝાસુવિધા પૂરી પાડી શકે.