જાન્યુઆરી 20, 2025 7:40 પી એમ(PM)

views 4

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનનાં કર્મચારીઓ-અધિકારીઓ માટેનાં પરિસરમાં કોમ્યુનિટી હોલ અને 32 આવાસોનું લોકાર્પણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનનાં કર્મચારીઓ-અધિકારીઓ માટેનાં પરિસરમાં કોમ્યુનિટી હોલ અને 32 આવાસોનું લોકાર્પણ કર્યું.આચાર્યેએ રાજભવનનાં પરિસરનાં સહુ સભ્યો અને તેમના પરિવારજનોને સંપીને રહેવા અને આવાસીય પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા બાળકોનાં વિકાસ માટે સારું શિક્ષણ અને સંસ્કારી વાતાવરણ આપવાનો અનુરોધ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજભવનનાં આવાસિય પરિસરમાં 48 કરોડનાં ખર્ચે છ-ટાઈપનાં 96 આવાસો અને ઘ-ટાઈપનાં 32 આવાસોનું નિર્માણ કરાયું છે. 300 લોકોની ક્ષમતાવાળા કોમ્યુનિટી હોલનું પણ નિર્માણ કરવામા...

જાન્યુઆરી 18, 2025 8:16 એ એમ (AM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસે આજે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસે આજે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાશે.સવારે 8.00 વાગ્યાથી ગાંધીનગરના રાજભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર અને અમદાવાદ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઑફ અમદાવાદ હોસ્ટ તથા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના સહયોગથી યોજાઈ રહેલા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા ઇચ્છતા રક્તદાતાઓ પોતાના ઓળખકાર્ડ સાથે રક્તદાન કરી શકશે.

જાન્યુઆરી 14, 2025 8:21 એ એમ (AM)

views 5

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પોરબંદરની મુલાકાતનો આજે બીજો દિવસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પોરબંદરની મુલાકાતનો આજે બીજો દિવસ છે. શ્રી દેવવ્રત આજે ગૌશાળાની તેમજ માધવપુર ઘેડ ગામની મુલાકાત લેશે, તેમજ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ સહભાગી બનશે. અગાઉ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહાત્મા ગાંધીના જન્મ સ્મારક કીર્તિ મંદિરની તેમજ ગાંધીજીના જન્મ સ્થળ વાળા મકાનની પણ મુલાકાત લીધી હતી, અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલશ્રીએ ગાંધીજીનો તેમના જીવનમાં કેવો પ્રભાવ છે તેના વિશે ખાસ વાતચીત કરી હતી.

ડિસેમ્બર 8, 2024 8:07 એ એમ (AM)

views 7

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતાને અતિઆવશ્યક ગણાવી.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતાને અતિઆવશ્યક ગણાવી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓને રાજ્યપાલશ્રીએ આપ્યું માર્ગદર્શન રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લામાં થયેલી પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા કર...

નવેમ્બર 15, 2024 7:01 પી એમ(PM)

views 4

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભરૂચના નેત્રંગમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ – જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભરૂચના નેત્રંગમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ – જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે આદિવાસી સમુદાય માટે બિરસા મુંડા પ્રેરણાસ્ત્રોત સમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ તબક્કા અલાયદા બજેટની જોગવાઇ દ્વારા આદિવાસી સમાજના વિકાસને વેગવાન બનાવી રહી છે. આ પ્રસંગે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગથી રાજ્યપાલે શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકી ...

ઓક્ટોબર 10, 2024 7:23 પી એમ(PM)

views 8

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે પધાર્યા

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને ઉષ્માભેર આવકાર્યા હતા. આ મુલાકાત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.