માર્ચ 26, 2025 6:11 પી એમ(PM) માર્ચ 26, 2025 6:11 પી એમ(PM)

views 9

સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનથી દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનથી દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદને સંબોધતા રાજ્યપાલે કહ્યું કે, આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે. આ કાર્યક્રમમાં શ્રી દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ રાજયોના ૯ ખેડૂતોને સન્માનિત કર્યા હતા

માર્ચ 7, 2025 5:35 પી એમ(PM) માર્ચ 7, 2025 5:35 પી એમ(PM)

views 3

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા હતા. સુશ્રી એસ્ટ્રિડ હાલ ભારતમાં આર્થિક મિશન અંતર્ગત ત્રણસો સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજકુમારી અને રાજ્યપાલે મંત્રીમંડળ સાથે વ્યવસાય અને વેપારવૃદ્ધિ, ગ્રીનએનર્જી, પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધો સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ફેબ્રુવારી 14, 2025 7:14 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:14 પી એમ(PM)

views 4

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં આચાર્ય દેવવ્રતે ખેડૂતોને રાસાયણિક, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરાવી છે. દેશમાં શરૂઆતમાં ૧૨ જેટલા ટ્રેનિંગ સેન્ટર બનશે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ અંગે ટ્રેનિંગ અપાશે અન...

ફેબ્રુવારી 11, 2025 6:34 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 6:34 પી એમ(PM)

views 7

પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે,પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે.સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં આજે રાજ્યપાલ શ્રીએ આમ જણાવ્યું હતું.ગ્રામજનો સાથે સંવાદ કરતાં શ્રી દેવવ્રતે કહ્યું કે, ભારતની સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ છે.આપણી પ્રાચીન વ્યવસ્થાઓ ગામથી જ ચાલતી આવી છે. સ્વચ્છતા દરેક ગામ અને શહેરના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રત્યેક વ્યક્તિએ કચરો નહીં કરવાનો સંકલ્પ કરવો જોઈએ.

જાન્યુઆરી 29, 2025 6:55 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:55 પી એમ(PM)

views 5

આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર છે. આ બંને વચ્ચે તાલમેલ થાય તો તેનું સમાયોજન વિશ્વ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.” ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ-વિદ્યાલયના 17મા પદવીદાન સમારોહમાં શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ સુકાંતકુમાર સેનાપતિએ જણાવ્યું, “આ વિશ્વવિદ્...

ડિસેમ્બર 10, 2024 10:17 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:17 એ એમ (AM)

views 4

સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય

સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય છે. આજથી 25 ડિસેમ્બર દરમિયાન સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધી યોજાનારી પદયાત્રામાં જોડાઈ રહેલા એન.સી.સી. એટલે કે, રાષ્ટ્રીય છાત્રસેના કેડેટ્સ સાથે રાજભવન ખાતે પ્રેરણાત્મક સંવાદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. પદયાત્રામાં ભાગ લેતા કેડેટ્સને શુભકામનાઓ પાઠવતા તેમણે આ યાત્રા દરમિયાન શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવાનોને નશા મુક્તિના સંદેશો આપવા આહ્વાન કર્યું હતું રાજ્યપાલશ્રીએ તમ...

નવેમ્બર 5, 2024 9:58 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:58 એ એમ (AM)

views 7

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાથમિક શાળા-ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાથમિક શાળા-ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં રાજ્યપાલે જણાવ્યું કે, શિક્ષણ થકી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમણે બાળકોને સારુ શિક્ષણ અને સારા સંસ્કાર આપી ચારિત્ર્યવાન અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. આ અવસરે રાજ્યપાલે "ગોડી કાંઠે ગામ‌ ટીમાણા" પુસ્તકનું વિમોચન કર્યું હતું તથા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ૧૫ દંપતિઓ, ૧૫૦ જેટલાં પ્રગતિશીલ ખેડૂતો અને ટીમાણા પ્રાથમિક ...

ઓક્ટોબર 18, 2024 10:57 એ એમ (AM) ઓક્ટોબર 18, 2024 10:57 એ એમ (AM)

views 5

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં કૃષિ તકનીકી વ્યવસ્થાપન સંસ્થા-આત્મા પહેલ દ્વારા જિલ્લાંકક્ષાએ ટકાઉ કૃષિ વિકાસ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવે છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે આ પહેલ અંતર્ગત પ્રાકૃતિક ખેત પેદાશો ઉપરાંત દેશી ગાય અધારિત પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ સંપૂર્ણ પ્રાકૃતિક શાકભાજી, ફળો, અનાજ અને કઠોળનું ખેડૂતો દ...