ફેબ્રુવારી 21, 2025 7:16 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:16 પી એમ(PM)
3
રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે : રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઇ
રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. ધારાસભ્ય દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબ આપતા જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની 97 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે બાકી રહેલા 3 ટકા વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન અને કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં કરવામાં આવશે. રાજ્યની વીજ માંગને પહોંચી વળવા અને ભવિષ્યની પેઢીને પ્રદૂષણમુક્ત વાતાવરણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કોલસો, લિગ્નાઇટ જેવા પરંપરાગત ઊર્જા સ્રો...