જૂન 14, 2025 8:02 પી એમ(PM) જૂન 14, 2025 8:02 પી એમ(PM)

views 3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ કોલ્ડ સ્ટોરેજ રૂમની પણ મુલાકાત લીધી હતી જ્યાં મૃતદેહો રાખવામાં આવ્યા છે. દરમિયાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ડીએનએ નમૂનાઓના આધારે અત્યાર સુધીમાં નવ પીડિતોની ઓળખ કરી છે. અમદાવાદ સિવિલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે આજે મૃતદેહો પરિવારોને સોંપવામાં આવશે. હાલમાં હોસ્પિટલમાં લગભગ 8 ઈજા...

જૂન 14, 2025 7:37 પી એમ(PM) જૂન 14, 2025 7:37 પી એમ(PM)

views 4

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ મૃતદેહો જ્યાં રાખવામાં આવ્યા છે તે કોલ્ડ સ્ટોરેજ રૂમની પણ મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ડીએનએ નમૂનાઓના આધારે અત્યાર સુધીમાં નવ પીડિતોની ઓળખ કરી છે. નાયબ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રજનીશ પટેલે જણાવ્યું કે 8 ઇજાગ્રસ્ત હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. દરમિયાન, બીજે મેડિકલ કોલે...

માર્ચ 16, 2025 7:05 પી એમ(PM) માર્ચ 16, 2025 7:05 પી એમ(PM)

views 6

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. અમદાવાદમાં ‘વંદે આયુકોન-2025’ કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લાં દસ વર્ષમાં આયુર્વેદનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 5 ટકાથી વધીને આશરે 50 ટકા સુધી પહોંચી છે.આ કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોને સન્માનિત કરાયા હતા અને રાજ્યમાંથી પસં...

માર્ચ 9, 2025 7:14 પી એમ(PM) માર્ચ 9, 2025 7:14 પી એમ(PM)

views 3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેવાડાના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ત્રાંસવાડ ખાતે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું આ સાથે 97 લાખ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે છેવાડાના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. શ્રી પટેલે ઉમેર્યું કે મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં ત્રાંસવાડ ગ્રામ પંચાયત સર્વપ્રથમ છે જેનું લોકાર્પણ કરાયું છે.

જાન્યુઆરી 10, 2025 4:38 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 4:38 પી એમ(PM)

views 6

એચએમવીપી વાઇરસ ચેપી છે જેને કારણે તકેદારી રાખવાની જરૂર છે :રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે એચએમવીપી વાઇરસ ચેપી છે જેને કારણે તકેદારી રાખવાની જરૂર છે. ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચિત કરતાં આરોગ્ય મત્રીએ કહ્યું હતું કે આ વાઇરસથી ગભરાવવાની કોઇ જરૂર નથી. તાવ, શરદી કે ખાંસી અને ગળામાં દુખાવો હોય તો તેવા વ્યક્તિઓથી દૂર રહેવાની પણ આરોગ્ય મંત્રીએ સલાહ આપી છે.