ફેબ્રુવારી 13, 2025 2:25 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:25 પી એમ(PM)

views 4

રાજસ્થાનના કોટામાં આજે મહાકુંભના 57 યાત્રાળુઓની બસને થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા

રાજસ્થાનના કોટામાં આજે મહાકુંભના 57 યાત્રાળુઓની બસને થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દિલ્હી-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પ્રયાગરાજના મહાકુંભ મેળામાંથી પરત ફરતી બસ વહેલી સવારે ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓ મધ્ય પ્રદેશના મંદસૌર જઈ રહ્યા હતા

જાન્યુઆરી 30, 2025 2:00 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 2:00 પી એમ(PM)

views 8

રાજસ્થાન લોક સેવા આયોગના નેજા હેઠળ RSSની પૂર્વ પરીક્ષા માટે કમિશને ઉમેદવારના પ્રવેશપત્ર વેબસાઇટ પર મૂક્યા છે.

રાજસ્થાન લોક સેવા આયોગના નેજા હેઠળ RSSની પૂર્વ પરીક્ષા માટે કમિશને ઉમેદવારના પ્રવેશપત્ર વેબસાઇટ પર મૂક્યા છે. સચિવ રામનિવાસ મહેતાએ જણાવ્યું કે, RSSની પૂર્વ પરીક્ષા બીજી ફેબ્રુઆરીના બપોરે 12 થી 3 વાગ્યા સુધી લેવામાં આવશે. જેમાં રાજ્ય સેવાની 346 જગ્યાઓ અને ગૌણ સેવાની 387 જગ્યાઓનો સમાવેશ થશે. આ પરીક્ષા રાજ્યના 2 હજાર 48 કેન્દ્રો પર લેવામાં આવશે. ઉલ્લેખનીય છે વેબસાઇટ અને SSO પોર્ટલ પરથી ઉમેદવાર અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી શકશે. તો પરીક્ષા સમયે પરિક્ષા કેન્દ્ર પર ચુસ્ત...

જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM)

views 9

વિજય રૂપાણીને રાજસ્થાનના અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં ચૂંટણી અધિકારી બનાવાયા

ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખો અને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી માટે અધિકારીઓની નિમણૂક કરી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ડિસેમ્બર 26, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:23 પી એમ(PM)

views 6

રાજસ્થાનના જયપુરમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે

રાજસ્થાનના જયપુરમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે. ગત્ 20 ડિસેમ્બરે બનેલી આ દુર્ઘટનામાં 20 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, આમાંથી 3 લોકોની હાલત અત્યંત નાજુક છે. જ્યારે આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ઓક્ટોબર 24, 2024 1:56 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 1:56 પી એમ(PM)

views 5

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં દાહોદનાં પાંચ વ્યક્તિનાં મોત : એકને ગંભીર ઇજા

રાજસ્થાનના બ્યાવર-પિંડવાડા હાઇવે પર વહેલી સવારે થયેલા એક એકસ્માતમાં ગુજરાતના પાંચ લોકોના મોત થયા છે અને એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે.કારમાં સવાર તમામ સભ્યો એક જ પરિવારના હતા, તેઓ પિંડવાડાથી જોધપુર તરફ જઈ રહ્યા હતા.સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટાયર ફાટવાને કારણે કાર ડિવાઇડર તોડીને નાળામાં ખાબકી હતી.જેમાં એક બાળક સહિત પાંચના મોત નીપજ્યાં.મુસાફરો દાહોદના રહેવાસી હતા.

સપ્ટેમ્બર 9, 2024 3:12 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:12 પી એમ(PM)

views 5

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ છે. સૈન્ય અભ્યાસની શરૂઆત પરેડ સમારંભ સાથે થઈ હતી. આ સૈન્ય અભ્યાસમાં ભારતીય અને અમેરિકી સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના લગભગ 1200 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. બંને દેશોના સૈનિકો 15 દિવસ સુધી યુદ્ધની અનેક રણનીતિઓનો અભ્યાસ કરશે.

ઓગસ્ટ 28, 2024 2:58 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 2:58 પી એમ(PM)

views 5

રાજસ્થાનમાં જેસલમેર પાસેની ભારત-પાકિસ્તાન સરહદ જોવી હવે સરળ બની ગયું

રાજસ્થાનમાં જેસલમેર પાસેની ભારત-પાકિસ્તાન સરહદ જોવી હવે સરળ બની ગયું છે. સરહદ સલામતી દળ- બીએસએફે વેબસાઈટ બનાવીને ઓનલાઈન ઈ-પાસ બનાવવાની સુવિધા શરૂ કરી છે, ઓનલાઈન ઈ-પાસ વિશે માહિતી આપતાં બીએસએફના ડીઆઈજી નોર્થ સેક્ટર યોગેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું કે, હવે સરહદ પર જવા માટે જરૂરી પાસ મેળવવા માટે તનોટ માતાના મંદિરે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. તનોટ માતા ટ્રસ્ટે વેબસાઈટ બહાર પાડી ઈ-પાસ બનાવવાની સુવિધા શરૂ કરી છે. www.shritanotmata mandir trust.com પર ઇ-પાસ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે દર વર્ષે હજારો સ્થ...

ઓગસ્ટ 12, 2024 3:27 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:27 પી એમ(PM)

views 8

રાજસ્થાનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે રાજસ્થાનના વિવિધ ભાગોમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા

શનિવારથી રાજસ્થાનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે રાજસ્થાનના વિવિધ ભાગોમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે જયપુર, કરૌલી, સવાઈમાધોપુર અને દૌસામાં ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આજે જયપુર, જયપુર ગ્રામીણ, દૌસા, કરૌલી, સવાઈમાધોપુર, ગંગાપુરઅને ભરતપુર જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પરિસ્થિતિનો તાગ મેળવવા જયપુરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શ્રીશર્માએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી બનાવવા અને ...