જાન્યુઆરી 16, 2025 8:24 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 8:24 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બ્રિટનના સંરક્ષણ મંત્રી સાથે સંરક્ષણ સહયોગ મુદ્દે ચર્ચા કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે બ્રિટનના સંરક્ષણ સચિવ જોન હીલી સાથે ટેલિફોન પર વાતચીત કરી.બંને મંત્રીઓએ સાંપ્રત સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં ગતિ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન અને જેટ એન્જિન જેવા વિશિષ્ટ સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. બંને મંત્રીઓએ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન અંગે તાજેતરમાં થયેલા હસ્તાક્ષર પર સંતોષ વ્યક્ત કર્યો. ઇન્ડો-પેસિફિક બાબતો પર બ્રિટનના વધતા પ્રભાવ સાથે, બંને પક્ષો 20...

જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)

views 5

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં લેશે. ભારતે ઉપરના વિસ્તારોની ગતિવિધિઓથી બ્રહ્મપુત્રાના નીચલા વિસ્તારોના હિતોને નુકસાન ન થાય, તે સુનિશ્ચિત કરવા ચીનને અનુરોધ કર્યો છે.

ઓગસ્ટ 8, 2024 8:40 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:40 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભારતીય શૂટર મનુ ભાકર સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભારતીય શૂટર મનુ ભાકર સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી. શ્રી સિંહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, મનુ ભાકરે પેરિસ ઑલિમ્પિકમાં દેશ માટે બે કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉમેર્યું કે, દરેક ભારતીય તેમના આ પ્રદર્શનથી ખૂબ ઉત્સાહિત છે. મંત્રીશ્રીએ તેમના આગામી રમત પ્રદર્શન માટે પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.

જુલાઇ 29, 2024 8:33 પી એમ(PM) જુલાઇ 29, 2024 8:33 પી એમ(PM)

views 5

દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અત્યાધુનિક 22 જેટલી ઈન્ટરસેપ્ટ બોટ ખરીદવામાં આવશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક પૂર્ણ થઇ હતી. આ  બેઠકમાં, ભારતીય સેનાના આર્મર્ડ ફાઇટીંગ વ્હીકલ માટે એડવાન્સ્ડ લેન્ડ નેવિગેશન સિસ્ટમની પ્રાપ્તિ માટે આવશ્યકતાની સ્વીકૃતિ  સહિત વિવિધ મૂડી સંપાદન દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી હતી.   સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડની ક્ષમતાઓને વધારવા માટે, DAC એ નવીનતમ અત્યાધુનિક સિસ્ટમ સાથે 22 ઇન્ટરસેપ્ટર બોટ માટે દરખાસ્તને મંજૂરી આપી છે.  આ બોટનો ઉપયોગ દરિયાકાંઠાની દેખરેખ અને પેટ્...