નવેમ્બર 24, 2024 8:15 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:15 એ એમ (AM)

views 6

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે.

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે. જેમાં 3500 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ સ્પર્ધામાં 14, 17 અને 19 વર્ષથી ઓછી વયની કેટેગરીમાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ સ્વિમિંગ તેમજ ડાઈવીંગની સ્પર્ધામાં ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં જુદી-જુદી 17 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી 45 યુન...

નવેમ્બર 17, 2024 7:56 એ એમ (AM) નવેમ્બર 17, 2024 7:56 એ એમ (AM)

views 8

આજે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી યોજાશે.

આજે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી યોજાશે.ચૂંટણી માટે રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં ચૂંટણીની તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ મતક્ષેત્રની ૧૩ સામાન્ય બેઠક માટે કુલ ૨૩ ઉમેદવાર તથા બે અનામત બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કુલ ૩૩ર મતદારો સવારે ૮:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી પ્રક્રિયા માટે ૩૫ કર્મચારીઓ અને ૨૧ અનામત કર્મચારીઓની નિમણૂક...

નવેમ્બર 8, 2024 3:17 પી એમ(PM) નવેમ્બર 8, 2024 3:17 પી એમ(PM)

views 6

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરકારી ખરાબાની આશરે 1 કરોડથી વધુની કિમતની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરકારી ખરાબાની આશરે 1 કરોડથી વધુની કિમતની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ જમીન પરથી મોટી દુકાનો તેમજ 17 અને દબાણો દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની હાજરીમાં આ દબાણ હટાવવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર 10, 2024 8:05 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:05 એ એમ (AM)

views 3

રાજકોટ શહેર ખાતે કોલેરાનો કેસ નોંધાતા જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલાં

રાજકોટ શહેર ખાતે કોલેરાનો કેસ નોંધાતા જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. કલેકટર પ્રભવ જોષીએ દુષિત પાણી પીવાથી અને તેના વપરાશથી બનતા અને બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થના વેચાણ પર કેટલાંક નિયંત્રણો લાદ્યા છે. જેમાં શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, ઠંડા પીણા, છાશ, દુધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતા આ રોગથી લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે હેતુથી તેના વેચાણ પર પ્રતિબંધો લાદી દેવાયા છે.

ઓગસ્ટ 26, 2024 3:23 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:23 પી એમ(PM)

views 3

રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજકોટના 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી રુદ્ર પેઠાણીએ ચીનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી અંદાજે 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 4 વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે પસંદગી કરાઈ હતી. રુદ્ર પેઠાણી જણાવે છે કે ઓલિમ્પિયાડ માટે તેમણે મહિનાઓ પહેલાથી તૈયારી કરી હતી.

જુલાઇ 9, 2024 3:47 પી એમ(PM) જુલાઇ 9, 2024 3:47 પી એમ(PM)

views 12

રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા

રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પૈકીની શ્રી સરકાર થયેલી કુલ ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બાંધકામ કરાયેલા 15 કોમર્શિયલ બાંધકામોનું ડેમોલિશન કરીને જગ્યાઓને દબાણ મુક્ત કરવામાં આવી રહી છે. અંદાજિત ૫૦ કરોડ રૂપિયાની ૨૨,૫૬૧ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. આ અંગે રાજકોટ (પૂર્વ)ના મામલતદાર એસ. જે. ચાવડા એ કહ્યું કે, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અ...

જુલાઇ 2, 2024 3:16 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:16 પી એમ(PM)

views 6

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાયો

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાઈ ગયો છે. જેને કારણે કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે હાઇ અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ સબ ડિવિઝનની એક યાદીમાં ભાદર-2ના ઉપરવાસમાં આવેલા ગામોને આ સંદેશ જાહેર કરાયો છે, તેમજ ગ્રામજનોને નદી કાંઠા વિસ્તાર અને પટમાં અવર-જવર નહીં કરવા કહેવાયું છે.