માર્ચ 16, 2025 7:19 પી એમ(PM) માર્ચ 16, 2025 7:19 પી એમ(PM)

views 9

આગામી 17 થી 21 માર્ચ દરમ્યાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત, પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર 2024-25નું આયોજન કરાયું છે,

આગામી 17 થી 21 માર્ચ દરમ્યાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત, પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર 2024-25નું આયોજન કરાયું છે, જેમાં આશરે 400 જેટલા યુવક-યુવતીઓ ભાગ લેશે. આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર લોકોને આપત્તિ વ્યવસ્થાપનને લગતી કામગીરી અને અન્ય સાહસિક પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે

ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM)

views 54

મહાશિવરાત્રિ નિમિત્તે રાજકોટ જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે

જૂનાગઢનાં “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે વિશેષ ભાડા સાથે રાજકોટ-જૂનાગઢ વચ્ચે તારીખ 25, 26 અને 28 ફેબ્રુઆરીનાં રોજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.  રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.55 કલાકે ઉપડી બપોરે એક કલાકે જૂનાગઢ પહોંચશે. વળતામાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે 1-40 વાગ્યે ઉપડશે અને સાંજે પાંચ વાગીને પાંચ મિનિટે રાજકોટ પહોંચશે.   આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે. આ બંને ટ્રેનો ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.

ફેબ્રુવારી 11, 2025 6:36 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 6:36 પી એમ(PM)

views 10

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ત્રણ હજાર 118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ.ત્રણ હજાર 118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો 150 કરોડ રૂપિયાનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં છ કરોડ રૂપિયાનો વધારો કરીને નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, સ્ટેન્ડિંગ કમિટીએ આ સૂચનને ફગાવી દીધું છે.બજેટમાં શહેરમાં નવા સ્કાય વોક અનેઓવર બ્રિજ બનાવવાની, શહેરના ચાર સ્થળે આકર્ષક એન્ટ્રી ગેટ, થીમ આધારિ...

જાન્યુઆરી 31, 2025 3:11 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 3:11 પી એમ(PM)

views 9

મ્યુ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025- 26નું 3112 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

મ્યુ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025- 26નું 3112 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. તેમણે 150 કરોડ રૂપિયાનો વધારાનો વેરો વસુલવાનું સૂચન કર્યું છે. રાજકોટ ટી આર પી ગેમ ઝોન બાદ મનપાએ રાજ્યમાં પ્રથમ વખત ફાયર ટેક્ષ વસૂલવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત, ડોર ટુ ડોર કચરાનાં કલેક્શન પર ટેકસમાં વધારો કરવાની દરખાસ્ત છે. કાર્પેટ એરિયા ટેકસમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. મિલકત વેરામાં પણ બોજો આવશે. બજેટમાં 700 કરોડ રૂપિયાથી વધુની જમીન વેચાણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 30 હેક્...

જાન્યુઆરી 30, 2025 3:36 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:36 પી એમ(PM)

views 10

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. આ કેસમાં 15 જેટલા આરોપીઓ પૈકી સાત આરોપીએ કરેલી અરજી અંગે વડી અદાલતે ચુકાદો જાહેર કરતાં સાતમાંથી ત્રણ આરોપીના જામીન મંજૂર અને ચાર આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

જાન્યુઆરી 17, 2025 6:17 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:17 પી એમ(PM)

views 11

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.અરજદારોને કામ માટેમહાનગરપાલિકાના ધક્કા ન ખાવા પડે તે માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે વધુ માહિતી આપી હતી.

જાન્યુઆરી 9, 2025 7:50 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:50 પી એમ(PM)

views 10

રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ

રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ. પ્રાંત-૨ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કાર્યક્રમ અંગેની વિવિધ વિભાગવાર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 10

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તતિઓ રજૂ કરવામાં આવશે તથા ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી શ્રેષ્ઠ ત્રણ શાળા, મહાનગરપાલિકા તથા જિલ્લાઓનું સન્માન કરવામાં આવશે.

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 6

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝ...

ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM)

views 12

દર્દીઓને મહત્તમ દવાઓ હોસ્પિટલ મળે અને બહારથી દવા ન લખાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.  આરોગ્ય મંત્રી પટેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગાઓને પણ મળ્યા હતા અને તેઓની ...