માર્ચ 16, 2025 7:17 પી એમ(PM)

views 14

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપો- વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વધુના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપો- વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવીન એસ.ટી.વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે જામનગરનું વર્ષો જૂનુ બસ સ્ટેન્ડ અને તેને સંલગ્ન એસ.ટી.વર્કશોપ 17 હજાર ચોરસ મીટરથી વધુ જગ્યામાં નિર્માણ પામશે.

ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 23

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.

ડિસેમ્બર 14, 2024 4:34 પી એમ(PM)

views 13

જામનગર: કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો હતો. આ લોકસંપર્ક દરમિયાન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતા નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો મંત્રીએ સાંભળી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમ...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 13

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

સપ્ટેમ્બર 26, 2024 8:10 પી એમ(PM)

views 10

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે. ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે રાજ્યના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્રો પર કપાસની ખરીદી શરૂ થશે.

સપ્ટેમ્બર 19, 2024 8:07 પી એમ(PM)

views 14

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે ‘વિશ્વ ખાદ્ય પરિષદ’ માં ‘ગુજરાત પેલેટ ઓફ ન્યુટ્રિશન: અ રેસિપિ ફોર વિકસિત ભારત @2047’ થીમ પર આધારિત રાજ્યના પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે 'વિશ્વ ખાદ્ય પરિષદ' માં 'ગુજરાત પેલેટ ઓફ ન્યુટ્રિશન: અ રેસિપિ ફોર વિકસિત ભારત @2047' થીમ પર આધારિત રાજ્યના પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું. આજથી શરૂ થયેલી આ સમિટમાં ગુજરાત ભાગીદાર રાજ્ય તરીકે હિસ્સો લઇ રહ્યું છે. આ ચાર દિવસીય પરિષદનું 22 સપ્ટેમ્બરે દિલ્હીના ભારત મંડપમ ખાતે સમાપન થશે.