માર્ચ 16, 2025 7:07 પી એમ(PM) માર્ચ 16, 2025 7:07 પી એમ(PM)

views 6

લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.

લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. પ્રથમ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી 16 માર્ચ, 1955 ના રોજ કરાઈ હતી. સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થઈ રહી છે. હાલમાં રાજ્યમાં નવથી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95 ટકાથી વધુ છે. રાજ્યમાં મિશન ઈન્દ્રધનુષના પાંચમાં તબક્કા હેઠળ વર્ષ 2023માં નવ લાખ 95 હજાર 395 બાળકો અને બે લાખ 25 હજાર 960 ગર્...

સપ્ટેમ્બર 2, 2024 3:31 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:31 પી એમ(PM)

views 6

જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું

તાજેતરમાં ભારે વરસાદને કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

જૂન 18, 2024 4:40 પી એમ(PM) જૂન 18, 2024 4:40 પી એમ(PM)

views 6

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.