ફેબ્રુવારી 26, 2025 8:50 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:50 એ એમ (AM)

views 5

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયા યુક્રેનના રશિયાના કબજા હેઠળના વિસ્તારોની દુર્લભ ખનીજો અમેરિકાને આપવા તૈયાર છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયા યુક્રેનના રશિયાના કબજા હેઠળના વિસ્તારોની દુર્લભ ખનીજો અમેરિકાને આપવા તૈયાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા, યુક્રેનને સમર્થનના બદલામાં તેના ખનિજ સંસાધનો મેળવવાનાં કરારને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. એવા અહેવાલોને પગલે પુતિનનું આ નિવેદન આવ્યું છે. એક સરકારી ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં, શ્રી પુતિને કહ્યું કે, રશિયા તેના નવા કબજા હેઠળના પૂર્વ યુક્રેન પ્રદેશો સહિત ખાણકામ પ્રોજેક્ટ્સ પર વિદેશી કંપનીઓ સાથે કામ કરવા તૈયાર છે. બીજી બાજુ,...

ડિસેમ્બર 19, 2024 2:07 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:07 પી એમ(PM)

views 7

રશિયાએ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની હત્યા કરનાર શંકાસ્પદ ઉઝબેક નાગરિકની અટકાયત કરી છે

રશિયાએ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની હત્યા કરનાર શંકાસ્પદ ઉઝબેક નાગરિકની અટકાયત કરી છે. દેશની તપાસ સમિતિના અહેવાલ અનુસાર યુક્રેનિયન SBU સુરક્ષા સેવા દ્વારા અજ્ઞાત 29 વર્ષીય વ્યક્તિની ભરતી કરવામાં આવી હતી. એજન્સીએ દાવોકર્યો છે કે શંકાસ્પદ વ્યક્તિએ સ્વીકાર્યું છે કે તેને જનરલ કિરિલોવને હત્યા માટે કથિત રીતે એક લાખ યુએસ ડોલર અને યુરોપિયન યુનિયનમાં રહેઠાણનું વચન પણ આપવામાં આવ્યું હતું. મોસ્કોના બાલાશિખા જિલ્લામાં સ્થિત ચેર્નોયે ગામમાં શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બ હુમલામાં સંડોવાયેલા અન્ય વ...

સપ્ટેમ્બર 10, 2024 7:53 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 7:53 પી એમ(PM)

views 3

રશિયાની વાયુ સેનાએ રાજધાની મૉસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં 144 જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ

રશિયાની વાયુ સેનાએ રાજધાની મૉસ્કો સહિત નવ જેટલા વિસ્તારોમાં 144 જેટલા ડ્રોન નષ્ટ કર્યાના અહેવાલ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે યુક્રેનની સેનાએ રશિયાના વિવિધ સ્થાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. વધુમાં આ નિવેદનમાં કહેવાયું છે કે, જે ડ્રોન તોડી પડાયા છે, તે મૉસ્કો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવી રહ્યા હતા. રશિયન અધિકારીઓએ આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયાની પુષ્ટિ કરી છે. મૉસ્કોના ચાર હવાઈ મથકોને છ કલાકથી વધુ સમય માટે બંધ કરાયા હતા, 500 જેટલી ફ્લાઇટના રૂટ બદલવામાં આ...

સપ્ટેમ્બર 6, 2024 3:29 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 3:29 પી એમ(PM)

views 6

યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે :રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવ્યું છે. પૂર્વીય આર્થિક મંચના સંપૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે ભારત, બ્રાઝિલ અને ચીન યુક્રેનની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેઓ આ ત્રણેય દેશ સાથે સતત સંપર્કમાં છે. શ્રી પુતિનનું આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની રશિયા અને યુક્રેનની મુલાકાત બાદ આવ્યું છે. શ્રી મોદીએ તેમની મુલાકાતો દરમિયાન શાંતિના સમર્થક તરીકે ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્...

સપ્ટેમ્બર 1, 2024 3:04 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 3:04 પી એમ(PM)

views 4

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે.

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે. તેમ જ માનવરહિત વિમાન એરક્રાફ્ટને પણ નષ્ટ કરી દીધું છે. રશિયન હવાઈ સુરક્ષા દળે મોસ્કો તરફ ઉડાન ભરનારા એક ડ્રૉનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, મોસ્કૉ સહિત અનેક વિસ્તાર યુક્રેનના આ ડ્રોનના નિશાન પર હતા.

ઓગસ્ટ 15, 2024 7:53 પી એમ(PM) ઓગસ્ટ 15, 2024 7:53 પી એમ(PM)

views 4

રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી

રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે. ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરોદ સરહદી વિસ્તારમાં કટોકટી જાહેર થયાના થોડા જ કલાક બાદ જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, બ્રાયંસ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં હાલની સલામતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ભારતીય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અ...

ઓગસ્ટ 15, 2024 2:41 પી એમ(PM) ઓગસ્ટ 15, 2024 2:41 પી એમ(PM)

views 5

રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી

રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે. ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરોદ સરહદી વિસ્તારમાં કટોકટી જાહેર થયાના થોડા જ કલાક બાદ જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, બ્રાયંસ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં હાલની સલામતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ભારતીય ના...